MP બાદ હવે UPમાં પેશાબ કાંડ: દલિતના કાનમાં યુવકે પેશાબ કર્યો, વીડિયો વાઈરલ થતા નોંધાઈ ફરિયાદ
UP: ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં એક દલિત યુવકને ચપ્પલ પર થૂંક ચટાડવાનો મામલો હજુ થાળે પડ્યો નથી કે હવે જુગેલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘાટિતા ગામમાં…
ADVERTISEMENT
UP: ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં એક દલિત યુવકને ચપ્પલ પર થૂંક ચટાડવાનો મામલો હજુ થાળે પડ્યો નથી કે હવે જુગેલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘાટિતા ગામમાં એક આદિવાસી યુવકના કાનમાં પેશાબ કરતો વીડિયો વાયરલ થયો છે. પોલીસને આ ઘટનાની જાણ સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ હતી. તો એસપી ડૉ.યશવીર સિંહ સહિત મોટી સંખ્યામાં પોલીસ અને પ્રશાસનના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આરોપી અને પીડિત સાથે બેસીને દારૂ પીતા હતા
પોલીસે આરોપીની ધરપકડ કરીને કેસની તપાસ શરૂ કરી છે. આ વાયરલ વીડિયો 11 જુલાઈનો જણાવવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, આરોપી અને પીડિત એકબીજાને પહેલાથી ઓળખે છે અને ઘટનાના દિવસે બંનેએ સાથે દારૂ પીધો હતો. આ દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી અને આરોપી જવાહર પટેલે ગુલાબના કાનમાં પેશાબ કર્યો હતો.
વીડિયો જોયા બાદ પીડિતે નોંધાવી ફરિયાદ
પીડિતે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, દારૂના નશામાં હોવાના કારણે તેને આ ઘટના વિશે ખબર ન પડી, જેના કારણે તેણે પોલીસને કોઈ માહિતી આપી ન હતી. હવે વીડિયો સામે આવ્યા બાદ પીડિતે ફરિયાદ આપી છે. કેસ નોંધ્યા બાદ આરોપી સામે સંબંધિત કલમો હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે સોનભદ્રમાં એક અઠવાડિયામાં આ બીજી ઘટના સામે આવી છે.
ADVERTISEMENT
પ્રથમ ઘટના 8 જુલાઈના રોજ પ્રકાશમાં આવી હતી જ્યાં એક લાઇનમેને એક દલિત યુવકને તેના મામાના ઘરે વીજળી ઠીક કરવા માટે બોલાવ્યો હતો. ત્યારપછી તેની સાથે ઝઘડો કર્યો હતો અને ઉઠક-બેઠક કરાવવાની સાથે ચપ્પલ પર થૂકીને આ થૂક તે વ્યક્તિને ચટાવ્યું હતું. જોકે, આ કેસમાં કાર્યવાહી કરતી વખતે પોલીસે આરોપી અને તેના ત્રણ સાગરિતોની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા.
આ પ્રકારની ઘટના મધ્યપ્રદેશમાં પણ બની
છેલ્લા દિવસોમાં એટલે કે 4 જુલાઈની આસપાસ એક વીડિયો વાયરલ થયો હતો. જ્યાં એક યુવક તેની સામે બેઠેલી વ્યક્તિ પર પેશાબ કરી રહ્યો હતો. આ શરમજનક અને અમાનવીય દ્રશ્ય જોઈને બધા હેરાન થઈ ગયા. આ ઘટના મધ્યપ્રદેશના સિધી જિલ્લાના કુબરી ગામમાં બની હતી. પીડિત આદિવાસી સમુદાયની દશમત રાવત છે અને આરોપીનું નામ પ્રવેશ શુક્લા છે. આરોપીઓ પર નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) લાગુ કરવામાં આવ્યો, પછી બુલડોઝર વડે ઘરને તોડી પાડવામાં આવ્યું. આટલી કડક કાર્યવાહી બાદ પણ મુખ્યમંત્રી શિવરાજે પીડિત આદિવાસીઓના પગ ધોયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT