કૂનો નેશનલ પાર્કના વધુ એક ચિત્તાનું મોત, સરકાર પર ઉઠયા સવાલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

શ્યોપુર: મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી શુક્રવારના રોજ નામીબીયાથી લાવવામાં આવેલ ચિત્તા ‘સૂરજ’નું મૃત્યુ થયું છે. કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 5 ચિત્તા અને 3 બચ્ચા મૃત્યુ પામ્યા છે. ચિત્તા ‘સૂરજ’ના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

26 જૂને શ્યોપુર સ્થિત કુનો નેશનલ પાર્કમાં ખુલ્લા જંગલમાં સૂરજ ચિત્તાને મોટા બંધમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. કુનો નેશનલ પાર્કના ખુલ્લા જંગલમાં છોડવામાં આવેલ સૂરજ 10મો ચિત્તા હતો. નર ચિત્તા ‘તેજસ’, જે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યો હતો અને 6 નંબરના બંધમાં રાખવામાં આવ્યો હતો, તેનું પણ 11 જુલાઈના રોજ મૃત્યુ થયું હતું.

ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો ચિત્તો
કુનો પાર્ક મેનેજમેન્ટની દેખરેખ દરમિયાન આ ચિત્તા ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો. તેજસના ગળાના ઉપરના ભાગમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા. કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 5 ચિત્તા અને 3 બચ્ચા મૃત્યુ પામ્યા છે.

ADVERTISEMENT

ચિત્તા નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યા હતા
કુનો નેશનલ પાર્કમાં ચિત્તા પુનઃજીવિત કરવા માટે નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા.આ સાથે માદા ચિતાએ બચ્ચાને જન્મ આપ્યો હતો. પરંતુ અત્યાર સુધીમાં 5 પુખ્ત અને 3 બચ્ચા અલગ-અલગ કારણોસર મૃત્યુ પામ્યા છે. હવે કુનોમાં 15 પુખ્ત ચિત્તા અને 1 બચ્ચા સ્વસ્થ સ્થિતિમાં છે. જેમાંથી 12 ચિત્તા કુનોના ખુલ્લા જંગલમાં છોડી દેવામાં આવ્યા છે.

કુનો નેશનલ પાર્કમાં કયા ચિતાનું મૃત્યુ થયું હતું?
અત્યાર સુધીમાં 5 ચિત્તા સહિત 3 બચ્ચા મૃત્યુ પામ્યા છે. નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુલ 20 ચિત્તા કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી નામીબિયાની માદા ચિત્તા જ્વાલાએ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. અહીં 26 માર્ચ, 2023 ના રોજ, નામિબિયન માદા ચિત્તા શાશાનું કિડનીના ચેપને કારણે મૃત્યુ થયું હતું. જ્યારે નર ચિત્તો ઉદય 23 એપ્રિલ 2023 ના રોજ કાર્ડિયોપલ્મોનરી નિષ્ફળતાને કારણે મૃત્યુ પામ્યો હતો. આ પછી, નર ચિતાઓ સાથે હિંસક દખલગીરીને કારણે 9 મે 2023 ના રોજ દક્ષાનું મૃત્યુ થયું. નામિબિયન માદા ચિત્તા સિયા (જ્વાલા)ના 4 બચ્ચામાંથી એકનું 23 મેના રોજ મૃત્યુ થયું હતું, ત્યારબાદ 25 મેના રોજ ડિહાઇડ્રેશન બે બચ્ચાના મોત થયા હતા . મંગળવારે, 11 જુલાઈના રોજ, અન્ય એક દક્ષિણ આફ્રિકાના ચિત્તા તેજસનું નામીબિયન માદા ચિત્તા નાભા (સાવાન્નાહ) સાથે લડાઈ દરમિયાન મૃત્યુ થયું હતું.

ADVERTISEMENT

‘સૂરજ’ના મોત પર કમલનાથે સરકાર પર સાધ્યું નિશાન
મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથે ચિત્તા ‘સૂરજ’ના મોતને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે, “આજે કુનો નેશનલ પાર્કમાં આઠમા ચિત્તાના મૃત્યુના સમાચાર મળ્યા છે. ચિત્તાઓના સતત મૃત્યુ થવા છતાં હજુ સુધી એવી કોઈ યોજના સામે આવી નથી, જેમાં જીવન બચાવવા માટે કોઈ પહેલ કરવામાં આવી હોય.

ADVERTISEMENT

રાજકીય પ્રદર્શનવાદ માટે જંગલી પ્રાણીઓને આકર્ષણનો વિષય બનાવવો એ લોકશાહીના ચૂંટાયેલા પ્રતિનિધિઓને શોભે નથી. હું જવાબદાર લોકોને વિનંતી કરું છું કે તેઓ પર્યાવરણવાદીઓ અને વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરે અને ટૂંક સમયમાં આવી યોજના બનાવે, જેનાથી આ જીવોના જીવ બચી શકે.

    follow whatsapp

    ADVERTISEMENT