‘તપાસમાં દોષી નીકળે તો સજા મળવી જોઈએ’, કેજરીવાલને CBIના સમન્સ પર બોલ્યા ‘ગુરુ’ અન્ના હજારે
નવી દિલ્હી: દિલ્હી દારૂ કૌભાંડની તપાસ કરતી વખતે સીબીઆઈ હવે સીએમ કેજરીવાલ સુધી પહોંચી ગઈ છે. દિલ્હીના સીએમની પૂછપરછ માટે 16 એપ્રિલની તારીખ નક્કી કરવામાં…
ADVERTISEMENT
નવી દિલ્હી: દિલ્હી દારૂ કૌભાંડની તપાસ કરતી વખતે સીબીઆઈ હવે સીએમ કેજરીવાલ સુધી પહોંચી ગઈ છે. દિલ્હીના સીએમની પૂછપરછ માટે 16 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી છે અને આ માટે તેમને સમન્સ જારી કરવામાં આવ્યું છે. કેજરીવાલને મળેલા સમન્સ પર અન્ના હજારેએ પ્રતિક્રિયા આપી છે. Aajtak સાથે વાત કરતા અન્ના હજારેએ કહ્યું કે, કોઈ દોષ દેખાઈ રહ્યો હશે એટલે જ પૂછપરછ થશે, જો કોઈ ભૂલ કરી છે તો સજા થવી જોઈએ.
કેજરીવાલ વિશે શું બોલ્યા અન્ના હજારે?
અન્ના હજારેએ વધુમાં કહ્યું કે, “મેં અગાઉ પણ એક પત્ર લખ્યો હતો, દારૂ વિશે શા માટે વિચારો છો, સારી બાબતો વિશે વિચારો, પૈસા માટે કંઈ પણ કરવું યોગ્ય નથી, દારૂએ ક્યારેય કોઈનું ભલું કર્યું નથી. એટલે હાલ સીબીઆઈએ કંઈ જોયું હશે એટલે તપાસ થઈ રહી છે, જો કોઈ દોષ જણાય તો સજા થવી જોઈએ.”
‘દુઃખ થાય છે, સિસોદિયા જેવા વ્યક્તિ જેલમાં છે’
તેમણે એમ પણ કહ્યું છે કે, જ્યારે તેઓ મારી સાથે હતા ત્યારે એક પણ દિવસ એવો નહિ ગયો હોય જ્યારે મેં તેમને વિચાર અને આચરણ શુદ્ધ રાખવાનું કહ્યું ન હોય, શુદ્ધ માર્ગે જ ચાલવાનું કહ્યું ન હોય, બુરાઈનો ડાઘ ન હોવો જોઈએ. મને ખૂબ દુઃખ થાય છે, સિસોદિયા જેવા વ્યક્તિ જેલમાં છે. હંમેશા સમાજ અને દેશનું ભલું થવું જોઈએ, પોતાનું નહીં.
ADVERTISEMENT
ખરેખર, દિલ્હી સરકારમાં લિકર કૌભાંડે હલચલ મચાવી દીધી છે. સીબીઆઈએ આ મામલે સીએમ અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે અને તેમને 16 એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા છે.
હકીકતમાં, આ કેસમાં ED દ્વારા ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ મુજબ સીએમ કેજરીવાલે દારૂના વેપારી અને એક્સાઇઝ પોલિસી કૌભાંડના મુખ્ય આરોપી સમીર મહેન્દ્રુ સાથે ફેસટાઇમ કોલ પર વાત કરી હતી. આ વાતચીત આમ આદમી પાર્ટીના સંચાર પ્રભારી વિજય નાયરે કરાવી હતી. ED અનુસાર, ગયા વર્ષે 12 અને 15 નવેમ્બરે પૂછપરછ દરમિયાન, સમીર મહેન્દ્રુએ અધિકારીઓને કહ્યું હતું કે વિજય નાયરે અરવિંદ કેજરીવાલ સાથે તેમની મુલાકાત ગોઠવી હતી, પરંતુ જ્યારે વાતચીત સફળ ન થઈ, ત્યારે વિજયે સીએમને વીડિયો કોલ કરીને તેની વાત કરાવી હતી.
ADVERTISEMENT
EDનું કહેવું છે કે આ વાતચીતમાં અરવિંદ કેજરીવાલે સમીર મહેન્દ્રુને કહ્યું હતું કે ‘વિજય નાયર તેમનો છોકરો છે’, તે તેના પર વિશ્વાસ કરી શકે છે અને તેણે વિજય સાથે રહેવું જોઈએ.” નાયર આ કૌભાંડના આરોપીઓમાંનો એક છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, સમીર મહેન્દ્રુ અને વિજય નાયરે કથિત રીતે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં અન્ય લોકો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. ED મુજબ, સમીર મહેન્દ્રુ વિજય નાયર સાથે નજીકથી કામ કરતો હતો અને રાજકારણીઓ અને દારૂના ધંધાર્થીઓ સાથેની મિલીભગતમાં હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT