અંજૂ ભારત પરત આવી, પાકિસ્તાનમાં નસરુલ્લાહ સાથે લગ્ન કરીને ફાતિમાં બની પછી અચાનક…
જયપુર : અલવરથી પાકિસ્તાન ગયેલી અંજૂ અચાનક ભારત પર આવી ચુકી છે. તેની એક તસ્વીર પણ સામે આવી છે. આશરે છ મહિના પહેલા તે ભારતથી…
ADVERTISEMENT
જયપુર : અલવરથી પાકિસ્તાન ગયેલી અંજૂ અચાનક ભારત પર આવી ચુકી છે. તેની એક તસ્વીર પણ સામે આવી છે. આશરે છ મહિના પહેલા તે ભારતથી પાકિસ્તાન પહોંચી ગઇ હતી. શરૂઆતમાં કહ્યું કે, તે માત્ર પાકિસ્તાન ફરવા માટે ગઇ છે, જો કે તેણે પોતાના પાકિસ્તાની મિત્ર નસરુલ્લા સાથે લગ્ન કરી લીધા હતા.
અલવરથી પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પરત આવી ચુકી છે. તેની એક તસ્વીર પણ ખુબ જ વાયરલ થઇ રહી છે. આશરે 6 મહિના પહેલા તે ભારતથી પાકિસ્તાન પહોંચી હતી. શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે, તેઓ માત્ર ફરવા માટે ત્યાં ગઇ છે, જો કે ત્યાર બાદ તેણે પોતાના પાકિસ્તાની મિત્ર નસરુલ્લાહ સાથે લગ્ન કરી લીધા હતા.
અંજુ ન માત્ર ભારતમાં પરણી પરંતુ તેના બાળકો પણ હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, અંજુના ન માત્ર લગ્ન થઇ ચુક્યા હતા. ભારતમાં અરવિંદ નામના વ્યક્તિ સાથે તેના લગ્ન થઇ ચુક્યા હતા. તેના બાળકો અને પતિને છોડીને તે પાકિસ્તાન જતી રહી હતી. અંજુ હજી પણ હંમેશા માટે ભારત પર આવી નથી. થોડા દિવસો પહેલા જ પાકિસ્તાની મીડિયામાં નસરુલ્લાહનો એક ઇન્ટરવ્યું સામે આવ્યો હતો. તેમાં તેણે કહ્યું હતું કે, તે પોતે અંજુને વાઘા બોર્ડર સુધી છોડવા માટે જશે. અહીં ભારતમાં તે પોતાના બાળકોને મળશે. જો બાળકો અંજુ સાથે પાકિસ્તાન આવવા માંગે તો તેઓ આવી શકે છે. જો કે બાળકો ભારતમાં જ રહેવા માંગે તો તે તેમની મર્જી છે.
ADVERTISEMENT
નસરુલ્લાહે કહ્યું કે, માત્ર બાળકો માટે જ અંજુ ભારત જઇ રહી છે. કારણ કે તે પોતાના બાળકોને મળવા ઇચ્છુક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અંજુ પરત આવશે કે કેમ તે અંગે નસરુલ્લાહે કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું.
મુળ રાજસ્થાનની રહેવાસી છે અંજુ
અંજુ જુનમાં રાજસ્થાનના અલવરથી પાકિસ્તાન પહોંચી હતી. આ સમાચાર તેવા સમયે આવ્યા હતા જ્યારે મીડિયામાં પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરનો મુદ્દો છવાયેલો હતો. બીજી તરફ અંજુનો કિસ્સો બનતા આ સમાચાર આગની જેમ ફેલાયા હતા. હવે ભારતથી એખ મહિલા પાકિસ્તાન પહોંચી ચુકી છે. સમાચાર સામે આવ્યા બાદ અંજુએ કહ્યું કે, તેઓ 4 થી પાંચ દિવસમાં પરત ફરશે. જો કે પછી ત્યાં તેણે નસરુલ્લાહ સાથે લગ્ન કરી લીધા હતા અને નામ બદલીને ફાતિમાં રાખ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT