Anant-Radhika Wedding: ધોની, બચ્ચન... કોને-કોને મુકેશ અંબાણીએ આપ્યું આમંત્રણ? આ રહી મહેમાનોની યાદી
Anant-Radhika Wedding: ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ના ઘરે ફરી એકવાર શરણાઈ વાગવા જઈ રહી છે. તેમના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈના રોજ હીરાના વેપારીની દીકરી રાધિકા મર્ચન્ટ (Anant Ambani- Radhika Merchant Wedding) સાથે થવા જઈ રહ્યા છે.
ADVERTISEMENT
Anant-Radhika Wedding: ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ના ઘરે ફરી એકવાર શરણાઈ વાગવા જઈ રહી છે. તેમના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈના રોજ હીરાના વેપારીની દીકરી રાધિકા મર્ચન્ટ (Anant Ambani- Radhika Merchant Wedding) સાથે થવા જઈ રહ્યા છે. 3 જુલાઈથી જ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં લગ્નની વિધિઓ શરૂ થઈ ચૂકી છે. સાથે જ લગ્નના કાર્ડ પણ લોકોના ઘરે પહોંચવા લાગ્યા છે. કેટલાક લોકોના ઘરે જઈને મુકેશ અંબાણીએ પોતે દીકરાના લગ્નના કાર્ડ આપ્યા છે અને 12મી જુલાઈના રોજ યોજાનાર લગ્ન માટે આમંત્રણ આપ્યું છે.
હજારો લોકોને મોકલાયું આમંત્રણ
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નનું આમંત્રણ હજારો લોકોને મોકલવામાં આવ્યું છે. ખાસ કરીને VVIP અને VIPને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમાં ક્રિકેટના દિગ્ગજો, બોલિવૂડની હસ્તીઓથી લઈને હોલીવુડ અને મોટા રાજનેતાઓ પણ સામેલ છે. અનંત અંબાણીના લગ્નમાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાન, રણવીર કપૂર, આલિયા ભટ્ટ, એમએસ ધોની અને ઘણા બિઝનેસ દિગ્ગજો હાજરી આપી શકે છે.
આ પણ વાંચોઃ Anant Ambani's Wedding: અનંત-રાધિકાના લગ્નમાં 60 ડાન્સર કરશે પરફોર્મ, આ કોરિયોગ્રાફરે સંભાળી જવાબદારી
ADVERTISEMENT
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને આપ્યું આમંત્રણ!
ગુરુવારે મુકેશ અંબાણીને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નિવાસ સ્થાને જતાં જોવા મળ્યા હતા. 10 જનપથ ખાતે આવેલા રાહુલ ગાંધીના નિવાસ સ્થાને મુકેશ અંબાણીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધી-રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ મુકેશ અંબાણીએ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટને લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું.
આ મોટા નેતાઓને મળ્યું આમંત્રણ
થોડા દિવસો પહેલા ANIએ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના દીકરા અનંત અંબાણીના લગ્નનું આમંત્રણ આપવા માટે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને તેમને આમંત્રણ આપ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર મુકેશ અંબાણીએ આ લગ્ન માટે કેટલાક અન્ય મોટા રાજનેતાઓને પણ આમંત્રણ આપ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ VIDEO: અંબાણી પરિવારમાં હરખના તેડા, અનંત-રાધિકાના લગ્ન પહેલા ભરાયું 'મામેરું'
ADVERTISEMENT
13 જુલાઈએ યોજાશે ભવ્ય રિસેપ્શન
ઈન્ડિયા ટુડેની એ્કસક્લૂસિવ જાણકારી અનુસાર, અનંત અને રાધિકાના લગ્નના એક દિવસ પછી 13 જુલાઈના રોજ અંબાણી પરિવારના 'શુભ આશીર્વાદ' સમારોહમાં 60 ડાન્સરો અદભૂત પરફોર્મન્સ કરતા જોવા મળશે. 'શુભ આશીર્વાદ' સમારોહ વિશે વાત કરતા અંબાણી પરિવારના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે 60 ડાન્સરોનું એક ગ્રુપ એક 'શ્લોક' પર પરફોર્મ કરશે.
ADVERTISEMENT