Anant-Radhika Wedding: આ શુભ યોગોમાં થશે અનંત અંબાણી અને રાધિકાના લગ્ન, કેમ ખાસ છે આ દિવસ?

ADVERTISEMENT

Anant-Radhika Wedding
અનંત અંબાણીના લગ્ન માટે 12 જુલાઈ જ કેમ પસંદ કરાઈ?
social share
google news

Anant Ambani Radhika Merchant Wedding Date: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્નની તારીખ ધીમે-ધીમે નજીક આવી રહી છે. 12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ એન્ટીલિયામાં શરૂ થઈ ચૂકી છે. 3 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની પહેલી વિધિ યોજાઈ હતી, જેને મામેરું કહેવામાં આવે છે. 

જોકે, જ્યોતિષનું માનીએ તો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો દિવસ એટલે કે 12 જુલાઈ ખૂબ જ શુભ અને ખાસ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ દિવસે રવિ યોગના અનેક સંયોગો બનવા જઈ રહ્યા છે. 12 જુલાઈએ બનવા જઈ રહેલા આ તમામ યોગ કેમ આટલા ખાસ છે, તેના પર પંડિત અરુણેશ કુમાર શર્માએ વિગતવાર સમજાવ્યું છે.  

કેમ ખાસ છે 12 જુલાઈનો દિવસ?

પંડિત અરુણેશ કુમાર શર્માના જણાવ્યા અનુસાર, 12 જુલાઈ 2024, શુક્રવારનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. કારણ કે આ દિવસ સપ્તમી તિથિ, હસ્ત નક્ષત્ર અને રવિ યોગનો સંયોગ રહેશે. આ દિવસે સપ્તમી તિથિ બપોરે 12.32 કલાકે શરૂ થશે. લગ્ન જેવા શુભ કાર્યો માટે આ તિથિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

ADVERTISEMENT

આ સિવાય આ દિવસે રવિ યોગ સવારે 5.32થી સાંજના 4.09 સુધી રહેશે. પંડિત અરુણેશ કુમાર શર્મા અનુસાર, રવિ યોગ દરમિયાન કરવામાં આવેલ કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તો આ દિવસે અભિજીત મુહૂર્ત સવારે 11:59થી 12:54 સુધી રહેશે.


લગ્નના દિવસે હસ્ત નક્ષત્રનો સંયોગ પણ બની રહ્યો છે જે 12 જુલાઈના રોજ સાંજે 4:09 કલાકે શરૂ થશે. એવું માનવામાં આવે છે કે હસ્ત નક્ષત્રનો સંબંધ સફળતા અને સમૃદ્ધિ સાથે હોય છે. આ સિવાય 12 જુલાઈએ શુક્રવાર છે. હિન્દુ સંસ્કૃતિમાં શુક્રવારનો દિવસ લગ્ન માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. સાથે જ શુક્રને પ્રેમ, સૌદર્ય, સુખ સમૃદ્ધિ અને સંબંધોનો કારક ગ્રહ પણ માનવામાં આવે છે.  

ADVERTISEMENT

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તારીખ

- લગ્નની તારીખ- 12મી જુલાઈ 2024, શુક્રવાર
- આશીર્વાદની તારીખ - 13મી જુલાઈ 2024, શનિવાર
- લગ્નનું રિસેપ્શન (મંગળ ઉત્સવ) - 14 જુલાઈ 2024, રવિવાર

ADVERTISEMENT


અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો કાર્યક્રમ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈએ મુંબઈ એન્ટિલિયામાં થશે. તો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના તમામ કાર્યક્રમો 12 જુલાઈથી 14 જુલાઈ સુધી ચાલશે.


 

    follow whatsapp

    ADVERTISEMENT