Anant Ambani Pre wedding: તમામ VVIP ને રહેવા માટે ટેન્ટની વ્યવસ્થા
ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટના (Radhika Merchant) લગ્ન પહેલા પ્રિવેડિંગ સેલિબ્રેશન હાલ જામનગરમાં ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
જામનગર : ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટના (Radhika Merchant) લગ્ન પહેલા પ્રિવેડિંગ સેલિબ્રેશન હાલ જામનગરમાં ચાલી રહ્યું છે. અનેક VIP અને સ્ટાર્સનો જામનગરમાં જમાવડો છે. આ પ્રિવેડિંગ ફંક્શનની આજથી શરૂઆત થઇ ચુકી છે. જો કે મહેમાનોને રોકાવા માટે ખાસ વીઆઇપી ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટેન્ટ બહારથી ભલે સામાન્ય લાગતા હોય પરંતુ અંદર 5 સ્ટાર હોટલને પણ શરમાવે તે પ્રકારની સુવિધાઓથી સજ્જ છે.
આજથી 3 માર્ચ સુધી ચાલશે પ્રિવેડિંગ સેલિબ્રેશન
1થી3 માર્ચ સુધી ચાલનારા પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં બિલ ગેટ્સ, પોપ સિંગર રીહાન્ના, માર્ક ઝકરબર્ગ, શાહરુખખાન, સેફ અલી ખાન સહિતના બોલિવુડ અને હોલિવુડની અનેક હસ્તીઓ પહોંચી ચુકી છે. જામનગર હાલ દેશનું સૌથી વીઆઇપી હાજર હોય તેવું શહેર બની ચુક્યું છે. અંબાણી પરિવાર દ્વારા આ તમામને રોકાવા માટે 5 સ્ટાર હોટલને પણ શરમાવે તેવા ટેન્ટોની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ સેલેબ્રિટી ત્યાં જ રોકાણ કરશે.
સાઇના નહેવાલે VIP લોકો માટે રહેવાની વ્યવસ્થાનો વીડિયો શેર કર્યો
સાઇના નહેવાલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો. જેના કેપ્શનમાં લખ્યું કે, પરફેક્ટ અંબાણી વેડિંગ અને તે પોતાના ટેન્ટની બહાર ગરબા ગાયા બાદ પોતાનો ટેન્ટ દેખાડતી જોવા મળે છે. અહીં ટેન્ટની ભવ્યતા તમે જોઇ શકો છો. જેમાં બહાર હોલ અને અંદર બેડરૂમ જેવી વ્યવસ્થા જોવા મળે છે. રૂમમાં ડ્રોઇગ રૂમમાં બેસવા માટે ખુરશી સોફા અને ટેબલ જોવા મળે છે. આ ઉપરાંત બેડરૂમમાં ડબલ બેડ, ટીવી, ડ્રેસિંગ ટેબલ એસી સહિતની તમામ વીઆઇપી વ્યવસ્થા જોઇ શકાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT