VIDEO: જામનગર 'ટ્રેલર', ઈટાલીમાં ફૂલ પિક્ચર...આ આલિશાન ક્રૂઝમાં યોજાશે અંબાણીના લાડલાની પ્રી-વેડિંગ

ADVERTISEMENT

Anant Ambani and Radhika Merchant Second Pre-Wedding
અનંત અંબાણીનું 'ગ્રેટ ગ્રાન્ડ' પ્રી-વેડિંગ
social share
google news

Anant Ambani and Radhika Merchant Second Pre-Wedding: દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમનીને લઈને દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. લોકોની આ એક્સાઈટમેન્ટની વચ્ચે હવે પ્રી-વેડિંગ ક્રૂઝની પહેલી ઝલક સામે આવી ગઈ છે. જી હાં, સામે આવેલા આ લેટેસ્ટ વીડિયોમાં આ ક્રૂઝમાં તમામ લક્ઝરી વસ્તુઓ જોવા મળી રહી છે. આ વીડિયો જોયા બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની માટે એક્સાઈટમેન્ટ વધુ વધી ગઈ છે. વીડિયો આવતાની સાથે જ સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. યુઝર્સ આના પર ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે.

ઈન્ટરનેટ પર સામે આવ્યા વીડિયો

સોશિયલ મીડિયા પર સામે આવેલા લેટેસ્ટ વીડિયોમાં લક્ઝરી શિપની અંદરની પણ ઝલક જોવા મળી રહી છે. જી હાં, લેટેસ્ટ વીડિયોને જોઈને તમે પણ કહશો કે પ્રી-વેડિંગ હોય તો આવી. વીડિયોમાં લક્ઝરી શિપની અંદરની તમામ સુવિધાઓ જોવા મળી રહી છે, જેને જોઈને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ પ્રી-વેડિંગ સેરેમની ખૂબ જ ગ્રાન્ડ હશે. આ વીડિયો પર યુઝર્સ પણ ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે.  એક યુઝરે કમેન્ટ કરી કે તે ખૂબ જ ઉત્સાહિત છે. અન્ય યુઝરે લખ્યું કે પહેલી પ્રી-વેડિંગ કરતા પણ આ શાનદાર હશે. લોકોની કમેન્ટ્સ જોઈને સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે, દરેક લોકો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. 

ક્યારે શરૂ થશે ફંક્શન?

તાજેતરના રિપોર્ટ્સ મુજબ, આ સેરેમની 4 દિવસ સુધી ચાલશે. જોકે, પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે પ્રી-વેડિંગ સેરેમની 28મી મેથી શરૂ થશે, પરંતુ લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પ્રી-વેડિંગ સેરેમની 29મી મેથી 1લી જૂન સુધી યોજાશે. 

ADVERTISEMENT

7000 કરોડના ક્રૂઝમાં યોજાશે ફંક્શન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે ક્રુઝ શિપ પર આ બીજુ પ્રી-વેડિંગ ફંક્શન યોજાવા જઈ રહ્યું છે તેનું નામ સેલિબ્રિટી એસેન્ટ (Celebrity Ascent) છે. આ એક ખૂબ જ લક્ઝુરિયસ ક્રુઝ શિપ છે જેમાં ફાઈવ સ્ટાર રિસોર્ટ જેવી સુવિધાઓ છે. આ ક્રૂઝને ફ્રાન્સની દિગ્ગજ શિપબિલ્ડિંગ કંપની Chantiers de I'Atlantique Celebrity દ્વારા બનાવવામાં આવી છે. આ ક્રૂઝની કિંમત લગભગ 90 કરોડ ડોલર એટલે કે 7,475 કરોડ રૂપિયા છે. આમાં એક સાથે 3,950 મુસાફરો મુસાફરી કરી શકશે. આ ક્રૂઝ પર મહેમાનો લેપ પૂલ, ડોટ ટબ પૂલ, સ્યુટ બેડરૂમ, ડ્રેસિંગ રૂમ, લિવિંગ એરિયા અને ડાઇનિંગ એરિયા જેવી ઘણી સુવિધાઓનો આનંદ લઈ શકે છે.

VIP અને VVIP મહેમાનો પણ સામેલ થશે

બી-ટાઉનના સ્ટાર્સ આ પ્રી-વેડિંગ સેરેમનીનો ભાગ બનાવા માટે ઈટાલી પહોંચી ચૂક્યા છે. એટલું જ નહીં આ સેરેમનીમાં વિદેશથી પણ મહેમાનો આવવાના છે, જેમાં VIP અને VVIP મહેમાનો પણ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગમાં 800 મહેમાનો હાજરી આપવાના છે. જેમાં 300 VVIP મહેમાનો પણ સામેલ છે. આમાં ઘણા બોલિવૂડ સેલેબ્સના નામ પણ સામેલ છે. રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન, સલમાન ખાન વગેરે જેવા ઘણા દિગ્ગજ કલાકારોના નામ આ યાદીમાં સામેલ છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT