અપરણીત યુવતી ગર્ભવતી થતા મા અને ભાઇએ પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી

ADVERTISEMENT

Girl Burnt Alive
Girl Burnt Alive
social share
google news

નવી દિલ્હી : હાપુડમાં એક યુવતીને પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દેવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીડિતા એક યુવકના પ્રેમમાં હતી. બંન્ને વચ્ચે સંબંધ બંધાવાને કારણે તે ગર્ભવતી તઇ હતી. જેના પગલે સમગ્ર ઘરમાં હોબાળો મચી ગયો હતો. માતા અને ભાઇએ યુવતીને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી.

માતા-ભાઇએ યુવતીને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો

ઉત્તરપ્રદેશના હાપુડથી એક પરેશાન કરનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક યુવતી લગ્ન ન થયા હોવા છતા પણ ગર્ભવતી બની ગઇ હતી. આ ઘટના સામે આવ્યા બાદ તેની માં અને ભાઇને પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. યુવતી લગભગ 70 ટકા જેટલી દાઝી ગઇ છે. તેને ગંભીર સ્થિતિમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જો કે ત્યાંથી યુવતીને હાયર સેન્ટર ખાતે રિફર કરી દેવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ યુવતીની માં અને તેના ભાઇને કસ્ટડીમાં લઇ લીધા છે.

લગ્ન પહેલા ગર્ભવતી થતા ભાઇ અને માતાએ જીવતી સળગાવી

ઘટના બહાદુરગઢ વિસ્તારની છે. પીડિતા એક યુવકના પ્રેમમાં હતી. જ્યારે માં અને ભાઇને માહિતી મળી કે તે ગર્ભવતી છે તો ઘરમાં હોબાળો થઇ ગયો હતો. ત્યાર બાદ તેને જીવતી સળગાવીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યાર બાદ તેને જીવતો સળગાવીને મારવાનો પ્રયાસ થયો. આ ઘટના બાદ ગામમાં સનસની મચી ગઇ છે.

ADVERTISEMENT

બહાદુરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની દુર્ઘટના

આ સમગ્ર મામલે પોલીસ અધીક્ષક રાજકુમાર અગ્રવાલે જણાવ્યું કે, બહાદુરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ નવાદા ખુર્દમાં એક યુવતીને તેના પરિવારજનો દ્વારા સળગાવીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. માહિતી મળતાની સાથે જ પોલીસ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી અને પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી. જ્યાંથી પીડિતાને હાયર સેંટર રેફર કરી દેવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT