જમ્મુ કાશ્મીરના રાજોરીમાં ગ્રેનેડ બ્લાસ્ટ થતા અધિકારી ઘાયલ, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી :  ભારતીય સેનાએ નિવેદન બહાર પાડીને આ અંગે માહિતી આપી છે. સેના અનુસાર 5 ઓક્ટોબર 2023 ના રોજ રાજોરી સેક્ટરમાં એક ચોકીમાં સંભવિત ગ્રેનેડ દુર્ઘટનામાં એક અધિકારી ઘાયલ થયા છે. અધિકારીનીસારવાર ચાલી રહી છે.

જમ્મુ કાશ્મીરના રાજોરી સેક્ટરમાં ગ્રેનેડ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જેમાં સેનાના એક અધિકારીના ઘાયલ થયાના સમાચાર છે. સેનાની તરફથી તેની પૃષ્ટિ કરવામાં આવી છે. અધિકારીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. જ્યાં તેની હાલત સ્થિર છે. ગ્રેનેડ બ્લાસ્ટની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ભારતીય સેનાએ નિવેદન બહાર પાડીને આ અંગે અધિકારીક માહિતી આપી છે.

સેનાના અનુસાર 5 ઓક્ટોબરે 2023 ના રોજ રાજોરી સેક્ટરમાં એક ચોકી પર સંભવિત ગ્રેનેડ દુર્ઘટનામાં એક અધિકારી ઘાયલ થઇ ગયા હતા. અધિકારની સારવાર ચાલી રહી છે. તેની સ્થિતિ હાલ સ્થિર છે. ઘટના અંગે આગળની તપાસ ચાલી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT