શાઇસ્તાને બચાવવા મસ્જિદમાંથી જાહેરાત થઇ, મહિલાઓએ પોલીસને ઘેરી લીધી

ADVERTISEMENT

gujarattak
social share
google news

લખનઉ : ઉમેશ પાલ હત્યાકાંડનું કાવત્રામાં 50 હજારની ઇનામી શાઇસ્તા પરવીન ટુંક જ સમયમાં ઝડપાઇ શકે છે. એસટીએફના સુત્રો અનુસાર પોલીસ ચાર દિવસ પહેલા શાઇસ્તા પરવીનની નજીક પહોંચી ચુકી હતી. પોલીસને પ્રયાગરાજમાં શાઇસ્તાના હોવાની પુરતી માહિતી મળી હતી. પ્રયાગરાજથી 15 કિલોમીટર દુર અશરફના સસુરાલ પાસે શાઇસ્તા જોવા મળી હતી. અશરફના સસુરાલ પ્રયાગરાજના હટુઆમાં છે. સુત્રોના અનુસાર જ્યારે પોલીસની ટીમ રેડ કરવા પહોંચી તો બુરખો પહેરીને મુસ્લિમ મહિલાઓએ પોલીસની ટીમને ઘેરી લીધી હતી. પોલીસ આગળ જઇ શકી નહોતી અને તેનો ફાયદો ઉઠાવીને શાઇસ્તા પરવીન ફરાર થઇ ગી હતી.

પોલીસની ટીમ પહોંચે તે પહેલા મસ્જિદમાંથી જાહેરાત થઇ
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જ્યારે લોકોને માહિતી મળી કે પોલીસની ટીમ દરોડો પાડવા આવી રહી છે. ત્યારે મસ્જિદથી એક એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી. મહિલાઓને ઘરેથી નિકળવા માટે અફીલ કરવામાં આવી હતી. મહિલાઓએ પોલીસ વાન ઘેરી લીધી હતી. આ ભીડનો ફાયદો ઉઠાવીને શાઇસ્તા ફરાર થઇ ગઇ હતી. સુત્રો અનુસાર ગદ્દી મુસ્લિમ સમાજના લોકો શાઇસ્તાને ભરપુર મદદ કરી રહ્યા છે. તેના માટે તેઓ બિનસંવૈધાનિક અને બિનકાયદેસર રીતે પણ આગળ વધી રહ્યા છે.

અતિકના વકીલને પણ જેલમાં મોકલાયો
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ યુપી પોલીસે શાઇસ્તાના છુપાવાના સ્થળો અંગે માહિતી મેળવવા માટે નૈની જેલ જઇને અતીકના વકીલ ખાન સૌલત હનીફને પણ સવાલો કરવામાં આવ્યા હતા. અતીકનો મોટો રાજદાર છે અને ઉમેશપાલ કિડનેપિંગ કેસમાંઉંમર કેદની સજા થઇ છે. બીજી તરફ પોલીસને એખ મહત્વની માહિતી મળી હતી. શાઇસ્તા પરવીન ઉમેશપાલની હત્યા પહેલા મંડી પાસીમાં હોવાની હતી. જેથી પોલીસે ત્યાં પણ દરોડો પાડ્યો હતો જો કે ગમે તે કારણથી પોલીસ દરોડો પાડે તે પહેલા તેને માહિતી મળી જતી હોવાથી તે ફરાર થવામાં સફળ રહે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT