ભારત માટે ચિંતાજનક રિપોર્ટ, જો હજી નહી જાગીએ તો અનેક શહેરો નાબુદ થઇ જશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : શું થશે જ્યારે તમને સમાચાર મળે કે આજે તમે જે સ્થળે રહી રહ્યા છો તે એક દિવસ તમે સમંદરમાં સમાઇ જાય? શક્ય છે કે તમે આ વાતને હળવાશથી લો અને કાલ્પનિક સમજતા હોવ તો ચેતી જજો કારણ કે ગ્લોબલ વોર્મિંગના કારણે આ સ્થિતિ સર્જાઇ શકે છે. વર્લ્ડ મીટિયરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન (WMO) ના રિપોર્ટ જણાવે છે કે, 2013 થી 2022 વચ્ચે સમુદ્રનું જળ સ્તર પ્રતિ વર્ષ સરેરાશ 4.5 મિલીમીર વધી રહ્યું છે. જો કે આ જળ સ્તર તમામ સ્થળ પર એક સરખું નથી વધી રહ્યું. કેટલાક વિસ્તારમાં વધી રહ્યું છે તો કેટલાક વિસ્તારોમાં ઓછું.

નાના નાના આઇલેન્ડ્સ પર સૌથી વધારે ખતરો
રિપોર્ટ અનુસાર જે ઝડપથી સમુદ્રનું જળ સ્તર વધી રહ્યું છે, તેના કારણે નાના નાના આઇલેન્ડ્સને મોટો ખતરો છે. એટલું જ નહી તેના કારણે ભારત, ચીન, નેધરલેન્ડ અને બાંગ્લાદેશને પણ ખતરો છે. કારણ કે આ દેશોની મોટી વસ્તીના કારણે કિનારાની આસપાસ રહે છે. આ રિપોર્ટમાં ચેતવણી આવવામાં આવી છે કે, સમુદ્રનું જળ સ્તર વધવાને કારણે મુંબઇ, શંઘાઇ, ઢાકા, બેંકોક, જકાર્તા, માપુટો, લાગોસ, કાયરો, લંડન, કોપેહેગન, ન્યૂયોર્ક, લોસ એન્જલ્સ, બ્યૂનોસ એયર્સ અને સૈનટિયાગો જેવા શહેરોનો ખતરો વધી ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ મોટો આર્થિક, સામાજિક અને માનવીય પડકાર છે.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે
જે અંગે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરેસે કહ્યું કે, વધી રહેલું સમુદ્રી જળસ્તર ભવિષ્યને ડુબાડી રહ્યું છે. તેમણે કહ્યું કે, સતત વધી રહેલા સમુદ્રી જળ સ્તરને ન માત્ર આપણા માટે ખતરો છે પરંતુ તેના કારણે અન્ય પણ અનેક ખતરા છે. જેમ કે પાણી, ભોજન અને સ્વાસ્થય સુવિધાઓ સુધી પહોંચવાનો ખતરો છે, ખારાશ વધવાના કારણે સમુદ્રી જીવોના જીવન પર પણ ખતરો છે, સાથે જ તેના કારણે ટુરિઝમ પણ પ્રભાવિત થશે અને તેના કારણે આર્થિક નુકસાન પણ થશે.

ADVERTISEMENT

WMO ના રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા
WMO ના રિપોર્ટ અનુસાર 1900 બાદથી સમુદ્રનું જળ સ્તર ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. રિપોર્ટ અનુસાર 1993થી 2002 વચ્ચે પ્રતિવર્ષ જળ સ્તર 2.1 મિમી વધ્યું છે. 2003થી 2012 વચ્ચે તે 2.9 થઇ ગયું. 2013થી 2022 વચ્ચે તે 4.5 સુધી પહોંચી ચુક્યું છે. આ રિપોર્ટમાં ઉલ્લેખ છે કે, જો વૈશ્વિક તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધારે વધવા દેવામાં નહી આવે, ત્યારે પણ આગામી બે હજાર વર્ષમાં સમુદ્રી જળ સ્તર પ્રતિ વર્ષ સરેરાશ 2થી 3 મીટર સુધી વધી જશે.

તાપમાન 2 ડિગ્રી પણ વધ્યું તો વિશ્વના અનેક દેશો ડુબી જશે
આ રિપોર્ટમાં ઉલ્લેખ છે કે, જો તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ સુધી વધે છે તો સમુદ્રી જળ સ્તર 2થી 6 મીટર સુધી વધી શકે છે. જો 5 ડિગ્રી તાપમાન વધે તો તે 19 થી 22 મીટર સુધી જળ સ્તર વધવાનો ખતરો છે. રિપોર્ટ અનુસાર જો ગ્રીન હાઉસ ગેસોનું વધારે ઉત્સર્જન થાય છે તો 2100 સુધી જ સમુદ્રનું જળ સ્તર વધીને 2 મીટર થઇ જશે. 2300 સુધી તે 15 મીટર સુધી વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT