અમિતાભ બચ્ચન માથે ત્રિપુંડ, ગળામાં માળા અને શાલ ઓઢીને હજારો ફેન્સ સામે નતમસ્તક
Amitabh Bachchan Meet Fans: બોલીવુડના શહેનશાહ કહેવામાં આવતા અમિતાભ બચ્ચ આજે પોતાનો 81 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. દર વખતની જેમ જ આ પ્રકાર પણ…
ADVERTISEMENT
Amitabh Bachchan Meet Fans: બોલીવુડના શહેનશાહ કહેવામાં આવતા અમિતાભ બચ્ચ આજે પોતાનો 81 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. દર વખતની જેમ જ આ પ્રકાર પણ બિગબીએ પોતાના ઘરની બહાર ચાહકોને ગ્રીટ કર્યા હતા. બર્થડેમાં અમિતાભ બચ્ચ પણ પિક્ચર્સ સામે આવી છે જેમાં બિગબી પોતાના હજારો ફેન્સને મળતા જોવા મળ્યા હતા. અમિતાભ રાત્રે પણ પોતાના ફેન્સ સાથે મુલાકાત કરી હતી.
અમિતાભે ઘરની બહાર લોકોનું અભિવાદન ઝીલ્યું
હવે એક દિવસમાં એકવાર ફરીથી અમિતાભ બચ્ચન પોતાના ઘરે જલસાની બહાર આવ્યા અને ફેન્સ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે બિગ બીના ઘરની બહાર હજારો ફેન્સનું મોટું ટોળું જોવા મળ્યું હતું. સેંડો લોકો બિગ બીની એક ઝલક મેળવવા માટે બેતાબ જોવા મળી રહ્યા હતા. તસ્વીરોમાં જોઇ શકો છો કે, બિગ બીએ યેલો અને વ્હાઇટ કલરના કુર્તા-પાયજામા પહેરેલો છે. જેની ઉપર તેમણે ઓરેન્જ કલરની શોલ પહેરેલી છે.
ADVERTISEMENT
અનોખા અંદાજમાં જોવા મળ્યા અમિતાભ બચ્ચન
આ આઉટફિટની સાથે અમિતાભ બચ્ચને ગળામાં કેટલીક માળાઓ પણ પહેરેલી હતી. માથા પર તિલક લગાવેલું હતું. ક્યાંય અમિતાભ બચ્ચન હાથ જોડીને ફેન્સનો આભાર વ્યક્ત કરી રહ્યા છે તો ક્યાંય માથુ ઝુકાવીને ફેન્સ સામે નતમસ્તક થઇ ચુક્યા છે. અમિતાભે જલસામાંથી લોકો પ્રતિવર્ષ તેમની સાથે મુલાકાત અને આભાર વ્યક્ત કરે છે. લોકો અનેકવાર પોતાના ફેન્સને મળવા માટે જલ્સાની બહાર આવતા રહે છે અને તેમનો આભાર વ્યક્ત કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT