અમિત શાહના પ્લેનનું ગુવાહાટીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું, જાણો ચોંકાવનારૂ કારણ
નવી દિલ્હી : ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીથી અગરતલા જઇ રહ્યા હતા. જો કે દિલ્હીથી ઉડ્યન કર્યા બાદ તેઓના પ્લેનનું ગુવાહાટીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું…
ADVERTISEMENT
નવી દિલ્હી : ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીથી અગરતલા જઇ રહ્યા હતા. જો કે દિલ્હીથી ઉડ્યન કર્યા બાદ તેઓના પ્લેનનું ગુવાહાટીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ખરાબ હવામાનના કારણે તેઓનાં પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. તેઓ આવતી કાલે વહેલી સવારે અગરતલા જવા માટે રવાના થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી પ્લેનથી અગરતલા જઇ રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્લેનને ગુવાહાટીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તેઓ ત્રિપુરા ખાતે રથયાત્રાનું ઉદ્ધાટન કરવા માટે ત્રિપુરા જઇ રહ્યા હતા. જો કે ખરાબ હવામાનના કારણે તેમના પ્લેનને બુધવારે રાત્રે અચાનક ગુવાહાટીના ગોપીનાથ બારદોલોઇ આંતરરાષ્ટ્રીય મથક પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તેઓ વાતાવરણ સ્વચ્છ થયા બાદ ગુરૂવારે સવારે અગરતલા જવા માટે રવાના થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT