જન ઔષધિ કેન્દ્રને લઈ અમિત શાહનું મોટું એલાન, જાણો શું કર્યો નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 2000 પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS) ને સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર ખોલવાની મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મંગળવારે (6 જૂન) દિલ્હીમાં રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયા સાથેની બેઠકમાં આ નિર્ણય લીધો હતો.

આ મામલે અમિત શાહે ટ્વીટ કરતાં કહ્યું કે  “સહકારી ક્ષેત્રને લગતો આજે (6 જૂને) એક મોટો નિર્ણય લેવામાં આવ્યો, જેના કારણે PACS હવે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર ખોલી શકશે. આનાથી PACS સાથે સંકળાયેલા લોકોની આવકમાં વધારો થશે અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો ઓછી કિંમતે દવાઓ મેળવી શકશે.


2000 પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીને મળશે કેન્દ્રો
સહકાર મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, દેશભરમાં 2000 પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો તરીકે ખોલવામાં આવશે, જેમાંથી 1,000 જન ઔષધિ કેન્દ્રો આ વર્ષના ઓગસ્ટ સુધીમાં અને 1,000 કેન્દ્રો ડિસેમ્બર સુધીમાં ખોલવામાં આવશે. .

ADVERTISEMENT

અત્યાર સુધીમાં 9000 થી વધુ કેન્દ્રો ખૂલ્યા
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અત્યાર સુધીમાં દેશભરમાં 9,400 થી વધુ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. આમાં 1,800 પ્રકારની દવાઓ અને 285 અન્ય તબીબી ઉપકરણો ઉપલબ્ધ છે. બ્રાન્ડેડ દવાઓની સરખામણીમાં જન ઔષધિ કેન્દ્રો પર દવાઓ 50 ટકાથી 90 ટકા ઓછી કિંમતે ઉપલબ્ધ છે.

    follow whatsapp

    ADVERTISEMENT