અમિત શાહે મલ્લિકાર્જુન ખરગેને લખ્યો પત્ર, મણિપુરમાં ચર્ચા માટે તૈયાર છું, જનતાથી તો ડરો

ADVERTISEMENT

Amit shah write letter to Congress
Amit shah write letter to Congress
social share
google news

Parliament Monsoon Session: મણિપુર અંગે સંસદના બંન્ને સદનોમાં સતત ગતિરોધ ચાલી રહ્યો છે. એક તરફ વિપક્ષ પોતાની માંગ પર અડેલું છે. સદનની અંદર વડાપ્રધાન મોદી મણિપુર હિંસા પર નિવેદન આપે તો બીજી તરફ સરકાર કહી રહ્યા છે કે, અમે ચર્ચા માટે તૈયાર છીએ. જો કે વિપક્ષ ભાગી રહ્યું છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે લોકસભામાં કહ્યું કે, ચર્ચા અંગે સરકારને કોઇ ડર નથી. તેમણે કહ્યું કે, મે લોકસભા અને રાજ્યસક્ષામાં વિપક્ષના નેતાને પણ પત્ર લખ્યો છે.

મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ અમેડમેન્ટ બિલ પર ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે, વિપક્ષને દલિતો, મહિલાઓના કલ્યાણ અને સહકારમાં કોઇ રુચી નથી. તેમના નારા લગાવવા સ્વાભાવિક છે, પરંતુ હું કહેવા માંગુ છું કે, મે બંન્ને સદન લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતાઓને પત્ર લખ્યો છે કે અમે મણિપુર પર ચર્ચા માટે તૈયાર છીએ. રાજ્યસભામાં વિપક્ષના નતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગે છે અને લોકસભામાં અધીર રંજન ચૌધરી છે. તેમણે કહ્યું કે, મણિપુર પર લાંબી ચર્ચા કરવા માટે સરકારને કોઇ ડર નથી. જનતા તમને જોઇ રહી છે. ચૂંટણી પહેલા તો જનતાના ખોફને ધ્યાનમાં રાખો. સંવેદનશીલ મુદ્દા પર સદનમાં યોગ્ય વાતાવરણ બનાવે.

અમિત શાહે પત્રમાં શું લખ્યું?
અમિત શાહે અધીર રંજન ચૌધરી અને ખરગેને પત્રમાં કહ્યું કે, હું તમને મણિપુરની ઘટનાઓ પર ચર્ચા માટે તમારો સહયોગ માંગવા માટે લખતો રહ્યો છું. તેમણે કહ્યું કે, અમારી સંસદ ભારતની જીવંત લોકશાહીની આધારશિલા છે. આ અમારી સામૂહિક ઇચ્છા પ્રતીક તરીકે ખડી છે. રચનાત્મક વાત, સાર્થક ચર્ચા અને જન સમર્થક કાયદા માટે પ્રાથમિક મંચ તરીકે કાર્ય કરે છે. તમે જાણો છો કે, મણિપુર ભારતનું એક મહત્વપુર્ણ સીમાવર્તી રાજ્ય છે. મણિપુરની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનો ન માત્ર મણિપુર પરંતુ સંપુર્ણ ભારતીય સંસ્કૃતીનું ઘરેણું છે.

ADVERTISEMENT

અમિત શાહે વિપક્ષી દળોને શું વિનંતી કરી?
અમિત શાહે કહ્યું કે, છ વર્ષમાં મણિપુરમાં ભાજપના શાસનમાં આ ક્ષેત્ર શાંતિ અને વિકાસના નવા યુગનો અનુભવ કરી રહ્યા હતા. જો કે કેટલાક કોર્ટના નિર્ણયો અને કેટલીક ઘટનાઓના કારણે મે મહિનાની શરૂઆતમાં મણિપુરમાં હિંસાની ઘટના ઘટી હતી. કેટલીક શરમજનક ઘટનાઓ આવી ત્યાર બાદ સમગ્ર દેશની જનતા, ઉત્તરપૂર્વની જનતા અને ખાસ કરીને મણિપુરની જનતા દેશની સંસદ પાસેથી અપેક્ષા કરી રહી છે. તમામ પાર્ટીઓ માળખાગત્ત રાજનીતિથી ઉપર ઉઠીને મણિપુરની જનતા સાથે ઉભી છે.

મણિપુરની જનતા ઇચ્છે છે કે, અમે તમામ પાર્ટીના સંસદ સભ્યો તેમને વિશ્વાસ વ્યક્ત કરે કે અમે મણિપુરની શાંતિ માટે સંકલ્પબદ્દ છે. પૂર્વમાં અમારી મહાન સંસદ તેમ કરીને દેખાડે. વિપક્ષની માંગ છે કે, સરકાર મણિપુર પર સ્ટેટમેન્ટ આપે. હું તમને જણાવવા માંગુ છું કે, સરકાર માત્ર સ્ટેટમેન્ટ જ નહી પરંતુ સંપુર્ણ ચર્ચા માટે તૈયાર છે, પરંતુ તેમાં તમામ દળોની સાથે અપેક્ષિત છે. મારી વિપક્ષી દળોને વિનંતી છે કે, સારા વાતાવરણમાં તમે ચર્ચા માટે આગળ આવો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT