કોરોનાની લહેર વચ્ચે આ રોગનો હાહાકાર, 30 હજાર નવા કેસ, 16 ના મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

લંડન : ચીનમાં કોરોના વાયરસની લહેર વચ્ચે હવે બ્રિટનમાં સ્કારલેટ તાવે તાંડવ મચાવવાનું શરૂ કર્યું છે. બ્રિટનમાં આ તાવના કુલ 30 હજારથી પણ વધારે કેસ નોંધાયા છે. આ ઉપરાંત આ તાવના કારણે 16 બાળકોના મોત નિપજ્યાં છે. બ્રિટનની હેલ્થ સિક્યોરિટી એજન્સીના જણાવ્યા અનુસાર ગત્ત સપ્તાહે સ્કારલેટ તાવના 10 હજાર નવા કેસ સામે આવ્યા છે. આ જીવલેણ તાવથી 16 બાળકોનાં મોત નિપજ્યાં છે. આ તાવ હવે અમેરિકામાં પણ કેર વર્તાવે તેવી શક્યતા છે.

આ તાવ ખુબ જ ઝડપથી ફેલાતો હોવાના કારણે ચિંતા
ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર ગત્ત 12 સપ્ટેમ્બરથી અત્યાર સુધી 27 હજાર લોકો આ તાવથી સંક્રમિત થયા છે. એજન્સીના અનુસાર અનુમાન કરતા ખુબ જ વધારેકેસ આવી રહ્યા છે. જેના કારણે સંક્રમણ પણ ખુબ જ ઝડપથી ફેલાઇ રહ્યું છે. સ્થાનિક અધિકારીઓ અને સ્વાસ્થય ટીમ ખુબ જ સતર્ક છે. કોઇ પણ શંકાસ્પદ કેસ જણાય તો ત્વરીત સારવાર અને ટેસ્ટિંગ પણ ઝડપથી થઇ રહ્યા છે.

સમગ્ર બ્રિટનને ઝપટે લીધા બાદ હવે અમેરિકામાં પણ આ તાવ ફેલાય તેવી શક્યતા
વર્ષ 2017-18 માં તત્કાલ આવેલા કેસમાં સૌથી વધારે છે. ગત્ત વર્ષે આંકડા વધારે હતા. એઝન્સીએ કહ્યુ કે, 11 થી 18 ડિસેમ્બર વચ્ચે 9482 કેસ નોંધાયા હતા. જો કે ત્યાર બાદ દર્દીઓની સંખ્યા 30 હજાર સુધી પહોંચી છે. આ તાવ બેક્ટેરિયાના કારણે ફેલાય છે. આની યોગ્ય સમયે સારવાર ન થાય તો તે સંક્રમણ વધારે ફેલાઇ અને વધારે ઘાતક બની શકે છે. આ તાવમાં ફ્લૂ જેવા જ લક્ષણો જોડાયા છે. જેમાં ભારે તાવ, શરદી અને ગળામાં સોજો આવે છે. ફોલ્લીઓ લગભગ 12 થી 48 કલાક પછી દેખાય છે. બાળકોને ઉલટી થવી વગેરે લક્ષણો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT