મરાઠા આંદોલન વચ્ચે CM શિંદેએ સર્વદળીય બેઠક બોલાવી, વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવાય તેવી શક્યતા

ADVERTISEMENT

Maratha agenation
Maratha agenation
social share
google news

મુંબઇ : મરાઠા અનામત મુદ્દે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કાલે સર્વદળીય બેઠક બોલાવી છે. બેઠક કાલે સવારે 10.30 વાગ્યે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં થશે. સરકાર સામાન્ય સંમતી માટે તમામ દળો સાથે ચર્ચા કરશે અને આગળ સંભવિત સમાધાન માટે કામ કરશે. આ બેઠક દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવે તેવી પણ શક્યતા છે.

મરાઠા અનામતની માંગ કરી રહેલા પ્રદર્શનકારીએ ગત્ત દિવસ એટલે કે સોમવારે મહારાષ્ટ્રના મરાઠાવાડા વિસ્તારના કેટલાક હિસ્સામાં કેટલાક રાજનેતાઓના ઘરો અને ઓફીસોને આગળના હવાલે કરી દીધો હતો. ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ આ ચુકાદાના એક દિવસ બાદ પોલીસે મંગળવારે મંત્રાલય, મુખ્યમંત્રી, મંત્રીઓના આવાસો પર સુરક્ષા વધારી દીધી છે. અધિકારીઓએ કહ્યું કે, અન્ય રાજનેતાઓની સાથે સાથે અહીં અને રાજ્યમાં તમામ સ્થળો પર રાજનીતિક દળોના કાર્યાલય પણ બંધ છે.

આ ઉપરાંત મરાઠા અનામત મુદ્દે મુખ્યમંત્રી એકનાધ શિંદેએ કાલે સર્વદળીયે બેઠક બોલાવી છે. બેઠક કાલે સવારે 10.30 વાગ્યે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં થશે. સરકાર સામાન્ય સંમતી માટે તમામ દલો સાથે ચર્ચા કરશે અને આગળ સંભવિત સમાધાન માટે કામ કરશે. આ બેઠક દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા અંગે ચર્ચા શક્ય છે.

ADVERTISEMENT

આ બેઠકમાં આ વિપક્ષી નેતાઓને પણ બોલાવાયા છે
શરદ પવાર જુથની એનસીપી
-શરદ પવાર
– જયંત પાટિલ
-રાજોશ ટોપે

કોંગ્રેસ
– અશોક ચવ્હાણ
– નાના પટોલે
– બાલાસાહેબ થોરાટ
– વિજય વડેટ્ટીવાર

ADVERTISEMENT

શિવસેના (UTB)
– અંબાદાસ દાનવે

ADVERTISEMENT

વંચિત બહુજન અઘાડી
– પ્રકાશ અમ્બેડકર

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ ત્રણ ધારાસભ્યો એનસીપીના બે અને ભાજપના એકના ઘર અથવા ઓફીસોમાં આગ લગાવી દીધી હતી અને તોડફોડ કરી હતી. સાથે જ એક નગર પરિષદ ભવનને પણ નિશાન બનાવાયા હતા. રાજ્યમાં સૌથી વધારે હિંસક ઘટનાઓ અને આગ ચંપી પણ થઇ હતી. લોકોના એક સમુહે સોમવારે રાત્રે જાલનાના ઘનસાવંગીમાં એક પંચાયત સમિતી કાર્યાલયમાં પણ આગ લગાવી દીધી. મરાઠા અનામત સમર્થક પ્રદર્શનકારીઓએ મંગળવારે પુણે શહેરમાં મુંબઇ-બેંગ્લુરૂ રાજમાર્ગને પણ રોકી દીધો હતો. અનામતની માંગ પર દબાણ માટે ટાયરો સળગાવ્યા હતા.

મહત્વના સ્થળો પર ભારે સુરક્ષાદળોની તહેનાતી

એક અધિકારીએ કહ્યું કે, રાજ્યમાં કેટલાક સ્થળો પર હિંસાની ઘટનાઓને ધ્યાને રાખીને મુંબઇ પોલીસે દક્ષિણ મુંબઇમાં રાજ્ય સચિવાલય, મંત્રાલયની બહાર પોતાના કર્મચારીઓની ભારે તહેનાતી કરી છે. કારણ કે દિવસ દરમિયાન એક કેબિનેટ બેઠક નિર્ધારિત હતી. તેમણે કહ્યું કે, દક્ષિણ મુંબઇના તમામ મહત્વપુર્ણ સ્થાનોની બહાર પણ પોલીસકર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. વિભાગ એલર્ટ મોડ પર છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, થાણેના લુઇસ વાડી સ્થિત મુખ્યમંત્રી એકનાથ શિંદેને ખાનગી આવાસની બહાર ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

નેતાઓના ઘરે વધારવામાં આવી સુરક્ષા

મુંબઇના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર, મંત્રી ચંદ્રકાંત પાટિલ, દીપક કેસરકર, દાદા ભુસે અને અંબાદાસ દાનવે અને અશોક ચવ્હાણ સહિત અન્ય નેતાઓના અધિકારીક આવાસોની બહાર પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના અન્ય હિસ્સાઓમાં પણ રાજનેતાઓના આવાસોની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ડેપ્યુટી સીએમ ફડણવીસે આપ્યું નિવેદન

આ હિંસા બાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, કાલે બીડમાં જે ઘટના થઇ તેનું સમર્થન ન કરવામાં આવી શકે. મરાઠાને અનામત આપવા અંગે સરકાર ખુબ જ સકારાત્મક છે. આ અંગે આજે પણ કેટલાક નિર્ણય લેવાયા છે. જો કે કેટલાક લોકો હિંસા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સહન નહી કરવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક લોકોની ઓળખ કરવામાં આવી છે. અમને તમામ સીસીટીવી ફુટેજ મળ્યા છે અને તેમાં દેખાતા વ્યક્તિઓએ જીવતા જળાવવાનો પ્રયાસ કર્યો છે. આઇપીસીની કલમ 307 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

દોષિતો વિરુદ્ધ થશે કડક કાર્યવાહી

દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું કે, અધિકારીઓએ 50 થી 55 લોકોની ઓળખ કરી છે જે હાલના મરાઠા અનામત આંદોલન દરમિયાન રાજ્યના અલગ અલગ હિસ્સાઓમાં હિંસક ગતિવિધિઓમાં સંડોવાયેલા હતા અને કહ્યું કે, દોષિતોને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. ફડણવીસે જે રાજ્યના ગૃહમંત્રી પણ છે, તેમણે પ્રદર્શનકર્તાઓ દ્વારા હિંસા અને આગ લગાવવાની ઘટનાની નિંદા કરી. તેમણે સોમવારે બીડ અને છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં આંદોલન દરમિયાન ત્રણ ધારાસભ્યો ઉપરાંત કેટલાક સ્થાનિક રાજનીતિક નેતાઓના ઘરોનું કાર્યાલયને નિશાન બનાવ્યા અને એક નગર પરિષદ ભવનમાં આગ લગાવી દીધી.

    follow whatsapp

    ADVERTISEMENT