‘માનવતા વિરુદ્ધ અપરાધ’, ગાઝામાં હુમલા પર આ દેશે ઈઝરાયલ સાથેના રાજકીય સંબંધ તોડી નાખ્યા
Isreal-Hamas War: ગાઝામાં ઈઝરાયેલની સતત કાર્યવાહીમાં 8 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. 14 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. તે જ સમયે, ઇઝરાયેલના વડા પ્રધાન…
ADVERTISEMENT

Isreal-Hamas War: ગાઝામાં ઈઝરાયેલની સતત કાર્યવાહીમાં 8 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. 14 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. તે જ સમયે, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી હમાસનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી યુદ્ધવિરામ નહીં થાય. આ બધાની વચ્ચે દક્ષિણ અમેરિકન દેશ બોલિવિયાની સરકારે ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો તોડવાની જાહેરાત કરી છે.
બોલિવિયાએ ઈઝરાયલ સાથે સંબંધો તોડ્યા
બોલિવિયાના વિદેશ મંત્રાલયે મંગળવારે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલાને માનવતા વિરુદ્ધ અપરાધ ગણાવતા રાજદ્વારી સંબંધો તોડવાની જાહેરાત કરી હતી. જો કે બોલિવિયા અને ઈઝરાયેલ વચ્ચે રાજદ્વારી સંબંધો તૂટવાની આ પહેલી ઘટના નથી. અગાઉ 2009માં બોલિવિયાએ ગાઝા પટ્ટી પર હુમલાના વિરોધમાં ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા હતા. પરંતુ 2020 માં, રાષ્ટ્રપતિ જીનીન એનેઝની સરકારે સંબંધો પુનઃસ્થાપિત કર્યા.
ગાઝામાં ઈઝરાયલના સૈનિકોની એન્ટ્રી
ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 25મો દિવસ છે અને ઇઝરાયેલની સેના ગાઝામાં પ્રવેશી છે. અત્યાર સુધી બધું પ્લાન મુજબ ચાલી રહ્યું છે. ઈઝરાયેલી સેનાના સૈનિકો ઝાડીઓમાં છુપાઇને આગળ વધી રહ્યા છે. તેમના હાથમાં ઘાતક હથિયારો છે. તેઓ ગોળીઓ ચલાવી રહ્યા છે. ગાઝા શહેરમાં દરેક જગ્યાએ ગોળીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે અને દરેક જગ્યાએ આગ અને ધુમાડો દેખાઈ રહ્યો છે.
ADVERTISEMENT
હમાસને ખતમ કરવા માટે ઈઝરાયેલની સેના ગાઝામાં ઘૂસી રહી છે. ત્યાંથી આવી રહેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે ગાઝાની ઉત્તરી સરહદથી ઈઝરાયલી દળો પીઠ પર ગોળીઓથી ભરેલી બેગ લઈને ઓટોમેટિક હથિયારો સાથે પ્રવેશ કરી રહ્યા છે. તેના સૈનિકો ઝડપથી ગોળીઓ ચલાવતા આગળ વધી રહ્યા છે. તે તસ્વીરોમાં તમને ઈઝરાયેલની સેનાના બુલડોઝર જોવા મળશે, જે રસ્તા માટે રસ્તો બનાવીને આગળ વધી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT