અમેરિકાએ પાકિસ્તાનની ઝાટકણી કાઢી, કહ્યું ચીન સાથે નહી ભારત સાથે મિત્રતા વધારો

ADVERTISEMENT

America Warn Pakistan
America Warn Pakistan
social share
google news
  • પાકિસ્તાન-ચીન વચ્ચે સતત વધતા સંબંધોથી અમેરિકા પરેશાન
  • ચીન દ્વારા ગ્વાદર પોર્ટ ઉપરાંત તમામ માળખાગત્ત વ્યવસ્થામાં દખલ
  • ભારત સાથે સંબંધો વિકસાવવા અંગે પણ સલાહ આપી

નવી દિલ્હી : ચીન સાથે સતત વધતી મિત્રતા અંગે અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી છે. પાકિસ્તાન સેના પ્રમુખ સૈયદ અસિમ મુનીરના અમેરિકાની મુલાકાત અંગે આ સલાહ આપવામાં આવી છે. અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું કે, તેઓ ચીનને આર્થિક ગલિયારા સુધી જ સીમિત રાખે અને પોતાના સુરક્ષા પ્રતિષ્ઠાનો અને વ્યવસ્થા સુધી પહોંચ ન બનાવવા દે. આ ઉપરાંત ભારત સાથે કારોબાર શરૂ કરવા અંગે પણ સલાહ આપી છે.

પાકિસ્તાન-ચીનની વધતી મિત્રતાથી અમેરિકા ચિંતિત

ગુપ્ત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીને હાલમાં જ પાકિસ્તાનની સુરક્ષા ચોકીઓ સ્થાપિત કરી છે. આ અંગે અમેરિકાએ પાકિસ્તાનને આ સલાહ આપી છે. ગત્ત થોડા વર્ષોથી પાકિસ્તાને અમેરિકાના બદલે ચીન તરફ કુણુ વલણ દાખવ્યું છે. અફઘાનિસ્તાનથી અમેરિકાની સેના પરત ફર્યા બાદ પાકિસ્તાન સતત ચીન તરફ ઝુકી રહ્યું છે. એક તરફ ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે. સુરક્ષા ચોકીઓ પણ બની રહી છે. પાકિસ્તાનની યુનિવર્સિટીમાં પણ ચીનની દખલ જોવા મળી રહી છે. કાયદે આઝમ યુનિવર્સિટી સહિત તમામ યુનિવર્સિટીઓમાં કન્ફ્યૂશિયસ સેન્ટર સ્થાપિત કર્યા છે. ચીને હાલમાં જ પાકિસ્તાન પાસે માંગ કરી હતી કે, ગ્વાદરમાં કામ કરી રહેલા તેના નાગરિકોને મિલેટ્રી પોસ્ટ્સમાં રહેવા માટેની જગ્યા આપવામાં આવે.

ચીનના ગ્વાદર પોર્ટ પર એકહથુ શાસનથી અમેરિકા ચિંતિત

ગ્વાદર પોર્ટ બલૂચિસ્તાનમાં છે જ્યાં મોટા પ્રમાણમાં ચીની નાગરિકો કામ કરે છે. અહીં અનેક વખત બલોચ વિદ્રોહીઓ દ્વારા ચીની નાગરિકો અને કર્મચારીઓ પર હુમલા કરવામાં આવી ચુક્યા છે. ચીને માંગ કરી હતી કે, ગ્વાદર ઇન્ટરનેશનલ એરપોર્ટને ફાઇટર જેટ્સ માટે ઉપયોગ કરી શકે. સપ્ટેમ્બરમાં અમેરિકાના રાજદૂત ડોનાલ્ડ બ્લોમે ગ્વાદર પોર્ટની મુલાકાત લીધી હતી. અમેરિકા તે થકી પાકિસ્તાન સાથે કૂટનીતિક સંબંધો મજબુત કરવાના પ્રયાસો કરી રહ્યું છે.

ADVERTISEMENT

અમેરિકાએ પણ પાકિસ્તાનને આર્થિક મદદ માટેની ઓફર કરી

આ કડીમાં હવે અમેરિકાની પાકિસ્તાનને સલાહ આવી છે કે, ચીનને કાઉન્ટર કરવા માટેના પ્રયાસમાં છે. ગ્વાદર પોર્ટની ફંડિગ પણ ચીન કરી રહ્યું છે જે ચાઇના – પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો હિસ્સો છે. આ કોરિડોર પર 2015 થી જ કામ ચાલી રહ્યું છે. સમાચાર અનુસાર અમેરિકી અધિકારીઓએ પાકિસ્તાનને ફંડની પણ ઓફર કરી છે, જો કે ચેતવણી સાથે કેટલીક શરતો પણ મુકી છે. પાકિસ્તાનને ભારત સાથે વાતચીત શરૂ કરવા અંગે પણ જોર આપ્યું છે. એલઓસી પર શાંતિ જાળવીને વ્યાપાર શરૂ કરવા અંગે પણ ભાર મુક્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT