VIDEO: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, મોટલ માલિકને અશ્વેતે એક મુક્કામાં મોતને ઘાટ ઉતાર્યા
Gujarati in America: અમેરિકામાં ફરી એકવાર ગુજરાતીની હત્યાનો બનાવ બન્યો છે. અમેરિકાના ઓક્લોહામા શહેરમાં રહેતા નવસારીના હેમંત મિસ્ત્રીને સ્થાનિક વ્યક્તિએ માથાકૂટ બાદ મુક્કો માર્યો હતો. આથી નીચે પટકાઈને બેભાન થઈ જતા તેમને હોસ્પિટલ દાખલ કરાયા હતા.
ADVERTISEMENT
Gujarati in America: અમેરિકામાં ફરી એકવાર ગુજરાતીની હત્યાનો બનાવ બન્યો છે. અમેરિકાના ઓક્લોહામા શહેરમાં રહેતા નવસારીના હેમંત મિસ્ત્રીને સ્થાનિક વ્યક્તિએ માથાકૂટ બાદ મુક્કો માર્યો હતો. આથી નીચે પટકાઈને બેભાન થઈ જતા તેમને હોસ્પિટલ દાખલ કરાયા હતા. પરંતુ હોસ્પિટલ દ્વારા તેમને મૃત જાહેર કરાયા હતા. આથી પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.
કચરો ઉપાડવા બાબતે થઈ હતી બોલાચાલી
વિગતો મુજબ, મૂળ નવસારીના બિલીમોરાના હેમંત મિસ્ત્રી અમેરિકાના ઓક્લોહામા શહેરમાં રહેતા હતા. તેઓ શહેરમાં પોતાની મોટલ ધરાવે છે. ઘટનાના દિવસે કચરો ઉપાડવા બાબતે રિચર્ડ લેવિસ નામના વ્યક્તિ સાથે તેમની બોલાચાલી થઈ હતી. જોકે આ બાદ સામેની વ્યક્તિ હેમંત મિસ્ત્રીને મોઢા પર જોરથી પંચ મારીને ત્યાંથી ફરાર થઈ જાય છે. રિચર્ડના પંચથી હેમંત જોશી જમીન પર પટકાઈને બેભાન થઈ જાય છે. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ
બેભાન થઈ ગયેલા હેમંત ભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ લઈ જવાતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અચાનક આ રીતે હેમંતભાઈના નિધનથી પરિજનો પણ આઘાતમાં સરી પડ્યા હતા. તો સ્થાનિક પોલીસે આ અંગે ગુનો નોંધીને હુમલો કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. અમેરિકામાં ગુજરાતની મોતથી સ્થાનિક વિસ્તારમાં રહેતા ગુજરાતીઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT