હવે આ PORN STAR ના કારણે ફસાઇ શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ, પૈસા આપીને સેટિંગ તો કર્યું પરંતુ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

વોશિંગ્ટન : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે વહેલી સવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસમાંથી ‘ગેરકાયદેસર રીતે લીક થયેલી’ માહિતી દર્શાવે છે કે ‘રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખની આગામી સપ્તાહે મંગળવારે ધરપકડ કરવામાં આવશે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત દાવો કરી રહ્યા છે કે મંગળવારે મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની દ્વારા તેમની ધરપકડ કરવામાં આવશે. તે સોશિયલ મીડિયા પર પણ આ વિશે લખી રહ્યો છે. સાથે જ તેઓ તેમના સમર્થકોને તેમની ધરપકડનો વિરોધ કરવા અપીલ કરી રહ્યા છે.

ટ્રમ્પે શનિવારે સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
ટ્રમ્પે શનિવારે વહેલી સવારે તેમના સોશિયલ નેટવર્ક ટ્રુથ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઑફિસમાંથી “ગેરકાયદેસર રીતે લીક થયેલી” માહિતી દર્શાવે છે કે “રિપબ્લિકન નોમિની અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખની આવતા અઠવાડિયે મંગળવારે ધરપકડ કરવામાં આવશે.” રવિવારના રોજ, તેમણે કહ્યું કે, ફરીથી સોશિયલ મીડિયા પર લખ્યું અને કહ્યું કે તેને 2016 માં એક પોર્ન સ્ટારને ગુપ્ત રીતે ચૂકવણી કરવા બદલ મંગળવારે “ધરપકડ” થવાની અપેક્ષા છે. કરવામાં આવશે. અહીં પણ તેણે પોતાના સમર્થકોને ધરપકડનો વિરોધ કરવાની વિનંતી કરી છે.

ટ્રમ્પને હવે ધરપકડનો ડર સતાવી રહ્યો છે
હવે સવાલ એવો ઊઠે થાય છે કે એવી કઈ બાબત છે. જેના કારણે ટ્રમ્પને તેમની ધરપકડનો ડર સતાવી રહ્યો છે. ખરેખર, એડલ્ટ ફિલ્મ સ્ટાર સાથે જોડાયેલી છે. ટ્રમ્પ પર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે અફેર હોવાનો આરોપ છે અને આ માહિતી છુપાવવા માટે તેણે 2016માં ડેનિયલ્સને $1,30,000 ચૂકવ્યા હતા. જો કે, અહીં મામલો પૈસા આપવાનો નથી પરંતુ કયા માધ્યમથી પૈસા આપવામાં આવ્યા છે. સાથે જ ટ્રમ્પે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. એ પણ કહ્યું કે સ્ટેફની સાથે તેને કોઈ લેવાદેવા નથી. આરોપ છે કે, ટ્રમ્પના વકીલ માઈકલ કોહેને ગુપ્ત રીતે ડેનિયલ્સને પૈસા આપ્યા હતા અને બાદમાં આ પૈસા ટ્રમ્પની એક કંપનીએ વકીલને આપ્યા હતા. ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ હતા ત્યારે આ સમયગાળા દરમિયાન થયેલા વ્યવહારો અંગેની તપાસ શરૂ થઈ હતી. ટ્રમ્પ 2017 થી 2021 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ હતા.

ADVERTISEMENT

ડેનિયલ્સે ટ્રમ્પ વિરુદ્ધ કેસ કર્યો
ડેનિયલ્સે ટ્રમ્પ વિરૂદ્ધ કેસ કર્યો હતો અને ડેનિયલ્સે ટ્રમ્પ વિરુદ્ધ પણ કેસ કર્યો હતો. સીએનએનના અહેવાલ મુજબ 41 વર્ષીય સ્ટોર્મી ડેનિયલ્સે ટ્રમ્પ પર કેસ કર્યો હતો. બાદમાં તેમનો કેસ રદ કરવામાં આવ્યો હતો. હવે કોર્ટે કહ્યું છે કે ટ્રંપે ડેનિયલ્સે ટ્રાયલ દરમિયાન ખર્ચેલા પૈસા ચૂકવવા પડશે. ટ્રમ્પ પર કેસ કર્યા બાદ સ્ટોર્મી ડેનિયલ્સે એક પુસ્તક પણ લખ્યું હતું. જેમાં તેણે ટ્રમ્પ સાથેના તેના અફેર વિશે ખુલીને લખ્યું હતું. આ પુસ્તકની ખૂબ ચર્ચા થઈ હતી. ડેનિયલ્સે કહ્યું કે ટ્રમ્પ સાથેના કથિત અફેર પછી તેમને ચૂપ રહેવા માટે પૈસા આપવામાં આવ્યા હતા. આ માટે કરાર કરવામાં આવ્યો હતો.

ટ્રમ્પે મોટા પૈસા પણ ચુકવ્યા પરંતુ…
આ પૈસા તેમને ટ્રમ્પના વકીલ વતી આપવામાં આવ્યા હતા. ડેનિયલ્સે દાવો કર્યો હતો કે તેનું 2006માં ટ્રમ્પ સાથે અફેર હતું. જો કે, ટ્રમ્પ વારંવાર તેનો ઇનકાર કરી રહ્યા છે.એલોન મસ્કએ કહ્યું- જો ધરપકડ કરવામાં આવશે, તો ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશેTwitterના CEO ઇલોન મસ્કે શનિવારે દાવો કર્યો હતો કે જો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરવામાં આવે છે. તો તેઓ ફરીથી રાષ્ટ્રપતિની વિશાળ જીત સાથે ચૂંટાઈ આવશે. મસ્કે ટ્વીટ કર્યું કે જો આવું થશે તો ટ્રમ્પ જંગી જીત સાથે ફરીથી ચૂંટાઈ આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT