અમેરિકા જવું બન્યું સરળ! સ્ટુડન્ટ વિઝાના નિયમોને હળવા કરાતા લાખો ભારતીયોનું સપનું થશે પુર્ણ

ADVERTISEMENT

American Student in USA
American Student in USA
social share
google news

નવી દિલ્હી : નવી અપડેટેટ પોલીસી હેઠળ રોજગાર માટે સ્ટેટસમાં ફેરફાર, અમેરિકામાં રહેવાના સમયમાં વિસ્તાર કરવા અને F અને M શ્રેણીના વિદ્યાર્થીઓના સ્ટેટસને ગ્રીનકાર્ડ આપવા અંગેની અરજીઓ મુદ્દે USCIS ની ભુમિકાને નિર્ધારિત કરવામાં આવી છે.

અમેરિકાએ વિશેષ શ્રેણીના વિઝાધારકો માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. આ પરિવર્તન F અને M શ્રેણીના વીઝા ધારકો માટે કરવામાં આવ્યા છે. જેના હેઠળ યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS) દ્વારા અમેરિકી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસની નવી પોલીસી બહાર પાડી છે. આ નવી અપડેટેડ પોલિસીના વિદ્યાર્થીઓના સ્ટેટસમાં પરિવર્તન, અમેરિકામાં રહેવાની તેમની અવધીમાં વિસ્તાર અને F અને M શ્રેણીના વિદ્યાર્થીઓના સ્ટેટસને બહાલ કરવાની અરજી અંગેની છે. આ નવી ગાઇડલાઇન્સ 20 ડિસેમ્બરના રોજ બહાર પાડવામાં આવી હતી.

ઉદાહરણ તરીકે નવી ગાઇડ લાઇનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, એફ અને એમ વીજાધારક વિદ્યાર્થીઓ પોતાના જ મુળ દેશને છોડવાની મંશા ન હોય પરંતુ એવા વિદ્યાર્થીઓને પરમેનેન્ટ લેબર સર્ટિફિકેટ અથવા ઇમિગ્રેશન વીઝાનો લાભ મળી શકે છે. આ ઉપરાંત આ ગાઇડલાઇન્સમાં પણ કહેવામાં આવ્યું કે, એફ વીઝાધારક વિદ્યાર્થી સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સની પોતાની ડિગ્રીના આધારે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં વિસ્તાર માટે અરજી કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં અભ્યાસ કરનારા 10 લાખ વિદેશી વિદ્યાર્થીઓ પૈકી 25 ટકા કરતા વધારે ભારતીય છે.

ADVERTISEMENT

શું છે F અને M વીઝા

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં એમ વિઝા વોકેશનલ સ્ટડી માટે જ્યારે એફ વીઝા સામાન્ય અભ્યાસ માટે આપવામાં આવે છે. અમેરિકામાં કોઇ પણ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ માટે પાઠ્યક્રમના આધારે અરજદારને એફ અને એમ વીઝા આપવામાં આવે છે. બંન્ને પ્રકારના વીઝા અંતર્ગત અમેરિકામાં 60 મહિના સુધી રહેવાની પરવાનગી આપવામાં આવતી હોય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT