અમેરિકાએ ચીનના બીજા ફુગ્ગાને પણ ઉડાવી દીધો, જાણો શું છે ફુગ્ગાની રાજનીતિ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : ચાર ફેબ્રુઆરી 2023 ના રોજ અમેરિકી વાયુ સેનાના F22 રેપ્ટર ફાઇટર જેટમાંથી નિકળેલી AIM-9 સાઇડવિંડર મિસાઇલે તોડી પાડ્યું હતું. આ બલુનને ઉડાવવામાં અમેરિકાનો 10 લાખ ડોલર્સ એટલે કે 8.24 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. AIM 9 શોર્ટ રેંજની હવાથી હવામાં માર કરનારી મિસાઇલ છે. 1953 થી સતત અમેરિકા તેને બનાવી રહ્યું છે. 85.3 કિલોગ્રામ વજનની આ મિસાઇલ 9.11 ફુટ લાંબી હોય છે.

અમેરિકાએ 10 કરોડના ખર્ચે ફુગ્ગો ફોડ્યો
આ મિસાઇલમાં તેમાં એન્યૂલર બ્લાસ્ટ ફ્રેગમેંટેશન વોરહેડ લગાવાય છે. જેનું વજન 9.4 કિલોગ્રામ હોય છે. આ 3087 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી દુશ્મનની તરફ વધે છે. ખેર અમેરિકાની આ હરકતથી ચીન નારાજ છે. પરંતુ કંઇ કરી શકે તેમ નથી. ચીનની નાપાક ચાલની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઇ રહી છે. ખેર હવે તે વાત જરૂરી છે કે, અમે તે ફાઇટર જેટ અંગે પણ જાણી લઇએ જે મિસાઇલ છોડવામાં આવી.

F-22 ની મદદથી અમેરિકાએ ફુગ્ગો ફોડ્યો
અમેરિકાએ વિશ્વની પહેલી પાંચમી પેઢીના ફાઇટર જેટ F22 રેપ્ટર (F-22 Raptor) દ્વારા મિસાઇટ છોડી ચીનના જાસુસી ગુબ્બારાને તોડી પાડ્યો હતો. એફ-22 રેપ્ટર ફાઇટર જેટ ક્લોઝ રેંજ ડોગ ફાઇટિંગ અને બેયોન્ડ વિજ્યુઅલ રેન્જ માટે પ્રસિદ્ધ છે. આ એક પાયલોટ દ્વારા ઉડતું ફાઇટર જેટ છે. તેની લંબાઇ 62.1 ફુટ, વિંગસ્પેસ 44.6 ફુટ અને ઉંચાઇ 16.8 ફુટ છે. મહત્તમ ગતિ 2414 કિલોમીટર પ્રતિકલાક છે.

ADVERTISEMENT

ડોગફાઇટ માટે ખુબ જ ક્લોઝ રેંજ માટે સર્વશ્રેષ્ઠ ફાઇટર
કોમ્બેટ રેંજ 850 કિલોમીટર છે. ફેરી રેંજ 3200 કિલોમીટર છે. આ મહત્તમ 65 હજાર ફુટ ઉંચાઇ સુધી જઇ શકે છે. જેમાં 20 મીમીનું વલ્કન રોટરી કેનન લાગેલું હોય છે. તેમાં 4 અંડરવિંગ હાર્ડ પોઇન્ટ છે. તેમાં હવાથી હવા અને હવાથી જમીન પર માર કરનારી 8-8 મિસાઇલો લગાવી શકાય છે.

શું હોય છે જાસુસી બલુન
જાસુસી બલુન ગેસથી ભરેલો એક ફુગ્ગો હોય છે જે તે ઉંચાઇ પર ઉડે છે જેની ઉંચાઇ સામાન્ય નાગરિક વિમાન ઉડે છે. જેની નીચે ખુબ જ જટીલ કેમેરા અથવા ઇમેજિંગ ટેક્નોલોજી લાગેલી હોય છે. આ જમીન તરફ જોતા અલગ અલગ હિસ્સાઓ, ઇમારતો, ક્લાસીફાઇડ સ્થળો, ગુપ્ત સ્થળોની તસવીરો લે છે. આ તસવીરો દ્વારા જેટલી વધારે માહિતી જમા હોઇ શકે છે તે કરી શકે છે.

ADVERTISEMENT

જાસુસી સેટેલાઇટના બદલે બલુન કેમ?
અંતરિક્ષથી જાસુસી કરવા માટે સામાન્ય રીતે સેટેલાઇટ્સનો ઉપયોગ થાય છે. જો કે એવા ગુપ્ત ફુગ્ગાનો ઉપયોગ શા માટે થાય છે. અસલમાં સેટેલાઇટ્સને અલગ અલગ ઓર્બિટમાં રાખવામાં આવે છે. એટલે કે મનપસંદ ડેટા અથવા તસવીર નથી મળી શકતી. ધરતીની નિચલી કક્ષા પર ફરતા સેટેલાઇટ ક્લિયર ફોલો લઇ નથી શકતા. જો કે વિમાનની ઉંચાઇ વાળા જાસુસી ફુગ્ગાના કામ સરળતાથી કરી લેતા હોય છે.

ADVERTISEMENT

શું કરી શકે છે સ્પાઇ બલુન?
જાસુસી બલુનની નીચે મેટાલિક પ્લેટફોર્મ પર અનેક પ્રકારના કેમેરા લગાવી શકાય છે. જાસુસી માટે ઇલેક્ટ્રોમેગનેટિક સ્પેક્ટ્રમના કેમેરા અને રડારોની જરૂર પડે છે. તે પણ લાગી શકે છે. તેમાં વિજ્યુઅલ સ્પેક્ટ્રમ પર ફોકસ વધારે રહે છે. એટલે કે સામાન્ય કેમેરા જેવા તે સતત ફોટા લઇ શકે છે. જુમ ઇન, જુમ આઉટ કરી શકે છે. આ ઉપરાંત તેના પર નાઇટટાઇમ, ઇંફ્રારેડ કેમેરા પણ લગાવી શકાય છે.

પોતાનો રસ્તા પર કઇ રીતે ચાલી શકે છે ફુગ્ગા?
સામાન્ય રીતે જાસુસી કરનારા ફુગ્ગા હવામાં વહાવની સાથે વહે છે. જોકે તેનું નેવિગેશન કોઇ પ્રકારે ફ્યુલ એન્જિનથી કરવામાં આવી શકે છે. જો કે મોટે ભાગે તે હવાના રહેમોકરમ પર હોય છે. અનેકવાર ગાઇડિંગ માટેના કેટલાક સ્પેરપાર્ટ લગાવાય છે. જેથી ફુગ્ગાની દિશા નક્કી કરવામાં આવી શકે. અમેરિકી તંત્રનો દાવો છે કે, ચીને ફુગ્ગામાં પ્રોપેલર લાગેલા હતા, જેથી તેની દિશા બદલી શકાય. જોકે હાલ ફુગ્ગાના હિસ્સાની તપાસ ચાલી રહી છે. સમગ્ર સત્ય તપાસ બાદ જ બહાર આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT