અંબાણી પરિવાર દ્વારા ભોજન સમારંભમાં સૌપ્રથમ આદિવાસીઓને આમંત્રણ

ADVERTISEMENT

New Project - 2022-12-29T172609.284
New Project - 2022-12-29T172609.284
social share
google news

નાથદ્વારા : દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંતની સગાઇ એન્કોર હેલ્થકેરના CEO વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે થઇ છે. રાજસ્થાનના શ્રીનાથજી ખાતે બંન્નેના પરિવારો અને તેમના નજીકના સંબંધીઓની હાજરીમાં રૂપિયો અને નાળીયેરની વિધિ કરવામાં આવી હતી. ગુજરાતના અંબાણી પરિવારે તેમની પુત્રી ઇશા અંબાણીના સંતાનની ખુશીમાં શ્રીનાથજી મંદિરમાં વિશેષ પુજાપાઠ અને નગરમાં મિજબાનીનું પણ આયોજન કર્યું છે. મુકેશ અંબાણી નાના બન્યાની ખુશીમાં નાથદ્વારા શહેરના દરેક ઘરે મીઠાઇના પેકેટ વહેંચ્યા હતા.

પરિવાર દ્વારા આયોજીત ભોજનસમારંભમાં આદિવાસીઓનો પહેલો હક્ક
પરિવાર દ્વારા આયોજીત ભોજમાં સૌપ્રથમ સ્થાનિક આદિવાસી પરિવારોને સર્વપ્રથમ આમંત્રણ આપવામાં આવ્યું હતું. શ્રીનાથજી મંદિર પૃષ્ટિ માર્ગનું મુખ્ય સ્થાન છે. અંબાણી પરિવાર શ્રીનાથજી મંદિરમાં અનન્ય આસ્થા ધરાવે છે. ઘરમાં કોઇ પણ મહત્વનો પ્રસંગ હોય તો અહીં દર્શન જરૂર કરે છે. અહીં આયોજીત ભોજમાં સૌપ્રથમ આદિવાસીઓનો અધિકાર હોય છે.

રાધિકાના પિતા પણ ટોચના ઉદ્યોગપતિઓ પૈકી એક
રાધિકા મર્ચન્ટ પોતે પણ ઉદ્યોગપતિ પરિવારમાંથી આવે છે. રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દિકરી છે. તેઓ એનકોર હેલ્થકેરના CEO છે. રાધિકાએ તેનું સ્કુલિંગ મુંબઇમાં કર્યું છે. ત્યાર બાદ ગ્રેજ્યુએશન ન્યૂયોર્કમાં કર્યું હતું. અહીં તેણે પોલિટિક્સ અને ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએશન પછી 2017 માં તેણે ઇસપ્રાવા ટીમના એક એક્ઝિક્યુટિવ તરીકે જોડાઇ હતી. રાધિકા મર્ચન્ટને વાંચન, તરણ અને પર્વતારોહણનો શોખ છે. અનંત અને રાધિકા બાળપણથી એકબીજાને ઓળખે છે. બંન્ને ખુબ જ સારા મિત્રો પણ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT