મારે પણ મુખ્યમંત્રી બનવું છે, ટિકિટ લેવા મારે લાઈનોમાં ઉભા રહેવાની જરૂર નથી- અલ્પેશ ઠાકોર
પાર્થ વ્યાસ/ અમદાવાદઃ GUJARAT TAK બેઠકમાં ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ gujarattak.inનાં લોન્ચિગ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે ટિકિટ નહીં મળે તો શું કરશે એ અંગે કહ્યું…
ADVERTISEMENT
પાર્થ વ્યાસ/ અમદાવાદઃ GUJARAT TAK બેઠકમાં ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ gujarattak.inનાં લોન્ચિગ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે ટિકિટ નહીં મળે તો શું કરશે એ અંગે કહ્યું કે મારી રાજનીતિ નબળી નથી કે ટિકિટ લેવા માટે લાઈનોમાં ઉભા રહેવું પડે. ભાજપ પાસેથી કોંગ્રેસે શીખવાની જરૂર છે કે કેવી રીતે ચૂંટણીમાં જીત મેળવી શકાય. મારી અંદર જનતાની સેવા કરવાની ભૂખ છે અને એના માટે હું સતત જાગૃત રહીશ.
જો તમને ટિકિટ નહીં મળે તો!…
અલ્પેશ ઠાકોરે કહ્યું ઈલેક્શન તો લડીશ પણ ખરો અને દમખમથી રાજનીતિ કરીશ. ટિકિટ નહી આપે તો બળવો કરવાની તાકાત રાખશો એ અંગે જણાવ્યું કે સમય બતાવશે આ અંગે તો શું થશે. રાજનીતિમાં હું એટલો નબળો તો નથી કે મારે ટિકિટની લાઈનોમાં ઉભા રહેવું પડે. જે દિવસે મારે ટિકિટોની લાઈનમાં ઊભા રહેવું પડશે એ દિવસે રાજનીતિ કરવાનું છોડી દઈશ.
શું તમે મુખ્યમંત્રી બનવા માગો છો!
અલ્પેશ ઠાકોરને મુખ્યમંત્રી બનવા અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે પાર્ટીના કોઈપણ નેતા કે કાર્યકર્તા હોય એના મનમાં આ ઈચ્છા હોય જ. મારે પણ મુખ્યમંત્રી બનવું છે અહીંયો કોણ એવું હશે જેને નહીં બનવું હોય.
ADVERTISEMENT
ભાજપે લોકોની સુખાકારી માટે સતત કામ કર્યું
અત્યારે 2 દાયકાથી વધુના સમય સુધી ભાજપે ગુજરાતની જનતાના દિલ જીત્યા છે. કોંગ્રેસે આમની પાસેથી શીખવું જોઈએ કે કેવી રીતે જીતાય. હું પણ એટલે જ ભાજપમાં જોડાયો છું કારણ કે અહીંથી મને જનાતાની મુશ્કેલી દૂર કરવાની વધુ સારી તક મળશે. મારામાં ભૂખ છે લોકો માટે કામ કરવાની અને હું સતત આના માટે કામ કરતો રહીશ.
ADVERTISEMENT