લઠ્ઠાકાંડના મુદ્દા પર કેમ ગરમ થયા અલ્પેશ ઠાકોર?…
GUJARAT TAK બેઠકમાં ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ gujarattak.inના લોન્ચિગ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે લઠ્ઠાકાંડ અંગે નિવેદન આપતા કહ્યું કે અમે અત્યારે લોકોને દારૂથી દૂર…
ADVERTISEMENT
GUJARAT TAK બેઠકમાં ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ gujarattak.inના લોન્ચિગ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે લઠ્ઠાકાંડ અંગે નિવેદન આપતા કહ્યું કે અમે અત્યારે લોકોને દારૂથી દૂર કરવા માટે સતત કાર્યરત છીએ. લોકો આ નશાની બદીઓથી દૂર રહે એના માટે સતત સંદેશો આપતા આવ્યા છીએ. મને કોઈ પાર્ટીએ રોક્યો નથી, હું લોકોની સેવા કરવા માટે આવ્યો છું. જોકે આ દરમિયાન અલ્પેશ ઠાકોરે મર્દાનગીથી વાત કરવા પણ જણાવ્યું હતું…
અલ્પેશ ઠાકોર ગુસ્સે થઈ ગયા…
અલ્પેશ ઠાકોરે કહ્યું કે ગુજરાતમાં મર્દાનગીથી બોલતા નેતાને સવાલ કરો છો તો જવાબ સાંભળવાની તૈયારી રાખો..હું અલ્પેશ ઠાકોર છું કોઈ દિવસ મર્દાનગી સિવાય મેં વાત જ નથી કરી. હું હંમેશા લોકો માટે બોલતો અને કામ કરતો આવ્યો છું. વળી ક્યારેક હું બોલું છું તો તમે ગેરશિસ્ત સમજો છો અને નથી બોલતો ત્યારે કહો છો કે ચુપ્પી કેમ સાધી લીધી છે.
40થી 50 હજાર યુવાનો દારૂના નશાથી મરે છે- અલ્પેશ ઠાકોર
મેં તો કહ્યું હતું કે તમામ લોકોને સસ્પેન્ડ કરો. મારી તો એવી ઈચ્છા હતી કે બધા અધિકારીઓને સસ્પેન્ડ કરો. મોટા મગરમચ્છોને ડર હોવો જોઈએ. ગુજરાતમાં દરવર્ષે દારૂના નશાના કારણે 40થી 50 હજાર યુવાનો મરતા હશે એ હું ઓન રેકોર્ડ બોલું છું.
ADVERTISEMENT
ADVERTISEMENT