‘ગુટખા જેવા હાનિકારક પદાર્થોનો પ્રચાર કરનારા પદ્મ વિજેતાઓ સામે કાર્યવાહી થાય’, કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો
નવી દિલ્હી: સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા પાન મસાલા અને ગુટખાને પ્રમોટ કરનારા અમિતાભ, શાહરૂખ, અજય દેવગન સહિત ઘણા કલાકારોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.…
ADVERTISEMENT
નવી દિલ્હી: સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા પાન મસાલા અને ગુટખાને પ્રમોટ કરનારા અમિતાભ, શાહરૂખ, અજય દેવગન સહિત ઘણા કલાકારોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા 22.09.2022 ના રોજ આપવામાં આવેલા આદેશના પાલનમાં, કેન્દ્ર સરકારને નોટિસ જારી કરવામાં આવી છે અને કોઈ યોગ્ય પગલાં ન લેવા બદલ દાખલ કરવામાં આવેલી અવમાનના અરજી પર તેનો જવાબ મંગાવ્યો છે.
વકીલે કરી છે જાહેરહિતની અરજી
અરજદાર એડવોકેટ મોતીલાલ યાદવે લખનૌ ખાતે અલાહાબાદ હાઈકોર્ટની સિંગલ જજ બેંચ સમક્ષ રૂબરૂ હાજર રહીને પદ્મ પુરસ્કાર વિજેતા, ગુટખા અને પાન મસાલા કંપનીઓ દ્વારા બનાવેલા પ્રોડક્ટ્સને પ્રમોટ કરનારા કલાકારો સામે યોગ્ય પગલાં ન લેવા બદલ દલીલ કરી હતી. તેના પર કેન્દ્રીય કેબિનેટ સચિવ અને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીના ચીફ કમિશનરને કોર્ટના આદેશની અવમાનનાની નોટિસ જારી કરવામાં આવી છે.
જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની ખંડપીઠે કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીના ચીફ કમિશનર નિધિ ખરેને અવમાનનાની નોટિસ જારી કરી છે અને તેમને ચાર અઠવાડિયામાં પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું છે. આ અરજીમાં મોતીલાલ યાદવે કહ્યું હતું કે, પદ્મ પુરસ્કાર વિજેતા હસ્તીઓ માટે કોઈપણ સંજોગોમાં આ જાહેરાતોનો ભાગ બનવું વાજબી અને નૈતિક હોવું જોઈએ નહીં.
ADVERTISEMENT
આ એક્ટર્સ સામે પગલા લેવાની માંગ
અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અજય દેવગન, અક્ષય કુમાર, સૈફ અલી ખાન સામે કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે. આ તમામ ગુટખા કંપનીઓના ઉત્પાદનોની જાહેરાત કરે છે, બેન્ચે આગામી સુનાવણી 9મી ઓક્ટોબરે નક્કી કરી છે. આ કેસમાં, PILમાં દલીલ કરાઈ હતી કે ગયા વર્ષે 15 ઓક્ટોબર, 2022 ના રોજ રિપોર્ટ બંને અધિકારીઓ એટલે કે કેબિનેટ સચિવ અને ગ્રાહક સુરક્ષા પ્રાધિકરણના અધ્યક્ષને મોકલવામાં આવ્યો હતો. પરંતુ એક વર્ષ વીતી જવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
તેના પર કોર્ટે બંને અધિકારીઓને પૂછ્યું છે કે શું કોઈ કાર્યવાહી થઈ કે નહીં? અરજદારે સુપ્રીમ કોર્ટના 1996ના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં તેણે પદ્મ પુરસ્કારો માટે સેલિબ્રિટીઓની પસંદગી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT