Michaung વાવાઝોડાએ મચાવી તબાહી! તમિલનાડુ પાણી-પાણી, ચેન્નાઈમાં આજે પણ સ્કૂલ-કોલેજ બંધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Cyclone Michaung:  ચક્રવાતી તોફાન મિચૌંગ (cyclone Michaung)ના કારણે ચેન્નાઈમાં તમામ સ્કૂલ અને કોલેજો આજે (ગુરુવાર)પણ બંધ છે. ચાલી રહેલી રાહત કામગીરી અને પૂરને કારણે સરકારે 7 ડિસેમ્બરે ચેન્નાઈની સ્કૂલોમાં રજા જાહેર કરી હતી. ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુમાં સ્કૂલ 4 ડિસેમ્બરથી શાળાઓ બંધ છે.

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

ચક્રવાતી વાવાઝોડાને કારણે થયેલા ભારે વરસાદને કારણે ચેન્નાઈ ભયંકર પૂરની ઝપેટમાં આવી ગયું છે. શહેરના ઘણા વિસ્તારોમાં સતત 72 કલાક સુધી વીજળી કે ઈન્ટરનેટ કનેક્ટિવિટી નહોતી. જોકે, 5 ડિસેમ્બરે વરસાદની તીવ્રતા ઓછી થઈ હોવા છતાં શહેરના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની મોટી સમસ્યા સામે આવીને ઉભી થઈ ગઈ છે.

ADVERTISEMENT

પાણીને સાફ કરવા માટે સરકારી મશીનરી તૈનાત

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, મંગળવારે ચક્રવાતી તોફાન મિચૌંગ બાપટલા નજીકથી પસાર થયું અને મધ્ય તટીય આંધ્ર પ્રદેશની ઉપર ડીપ ડિપ્રેશનમાં નબળું પડ્યું.વાવાઝોડાને કારણે પડેલા ભારે વરસાદને કારણે ચેન્નાઈ અને કાંચીપુરમ, ચેંગલપટ્ટુ અને તિરુવલ્લુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પૂર આવ્યું છે. જોકે, ઠેર-ઠેર ભરાયેલા પાણીને સાફ કરવા માટે સરકારી મશીનરી તૈનાત કરી છે. શાળા, કોલેજો અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ADVERTISEMENT

આંધ્ર પ્રદેશના 8 વિસ્તારોમાં રેડ એલર્ટ

IMDએ આંધ્ર પ્રદેશના 8 વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે, જેમાં તિરુપતિ, નેલ્લોર, પ્રકાશણ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનસીમા અને કાકીનાડા સામેલ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના એક રિપોર્ટ અનુસાર, ચેન્નાઈના વિવિધ વિસ્તારોમાં આજે સતત ત્રીજા દૂધ અને દહીંના અપૂરતા પુરવઠાનો સામનો કરવો પડી રહ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT