ડૂબી ગયેલા ટાઈટેનિક જહાજને જોવા ગયેલા પાંચેય અબજોપતિઓના મોત, 4 દિવસથી સબમરીન ગુમ હતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ટાઇટન સબમરીનમાં સવાર તમામ પાંચ લોકોના કરૂણ મોત થયા છે. આ વાતની પુષ્ટિ કરતા સબમરીન ઓપરેટિંગ કંપની ઓશનગેટે શ્રદ્ધાંજલિ આપી છે. સબમરીનમાં સવાર તમામ લોકો ડૂબી ગયેલા ટાઈટેનિક જહાજના કાટમાળને જોવા માટે ઊંડા સમુદ્રમાં ગયા હતા, જ્યાં તેમનો સંપર્ક તૂટી ગયો હતો. 18મી જૂને ઓશનગેટ કંપનીની આ સબમરીન પ્રવાસ માટે નીકળી હતી, પરંતુ શરૂઆતના 2 કલાકમાં જ સંપર્ક તૂટી ગયો હતો.

ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, સર્ચ ટીમને ટાઈટેનિક જહાજ પાસે ગુમ થયેલી સબમરીનનો કાટમાળ મળ્યો છે. યુએસ કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર સબમરીનનો કાટમાળ મળ્યા બાદ નિષ્ણાતોની ટીમે તપાસ શરૂ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સબમરીનનો ભંગાર કેનેડાના જહાજમાં તૈનાત માનવરહિત રોબોટે શોધી કાઢ્યો છે.

સબમરીશનમાં કોણ-કોણ હતું?
ટાઇટન સબમરીન પર સવાર પાંચેય લોકો જાણીતા અબજોપતિ હતા. તેમાં ઓશનગેટના સીઈઓ સ્ટોકટન રશ, પ્રિન્સ દાઉદ અને તેમના પુત્ર સુલેમાન દાઉદ, હેમિશ હાર્ડિંગ અને પોલ-હેનરી નાર્જિયોલેટનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

8 કલાકની યાત્રા પર નીકળેલી સબમરી ગુમ થઈ હતી
18 જૂનના રોજ, અમેરિકન કંપની ઓશનગેટની આ સબમરીન ટાઇટેનિકના કાટમાળને બતાવવા માટે તેની યાત્રા પર નીકળી હતી. ટાઈટેનિકના કાટમાળ સુધી પહોંચવા, ત્યાં ફરવા અને પછી પાછા આવવા માટેનો પ્રવાસ લગભગ આઠ કલાક ચાલે છે. તેમાં બે કલાકનો સમય ટાઇટેનિકના કાટમાળની નજીક જતા લાગે છે. ચાર કલાક સુધી સબમરીન કાટમાળની આસપાસનો વિસ્તાર બતાવે છે. જે બાદ પરત ફરવામાં પણ લગભગ બે કલાક લાગે છે.

સર્ચ ઓપરેશનમાં ઘણી મુશ્કેલી પડી હતી
અચાનક ગુમ થયેલી આ સબમરીનને શોધવી સરળ ન હતી. યુએસ કોસ્ટ ગાર્ડના પ્રવક્તાએ કહ્યું હતું કે, આ ખૂબ જ મુશ્કેલ બચાવ કામગીરી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ સર્ચ ઓપરેશનમાં સર્ચ ટીમને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તે પાણીમાં વિઝિબિલિટી હતી.

ADVERTISEMENT

વાસ્તવમાં, પાણીમાં લાઈટ નીચે બહુ જતી નથી, જ્યારે સબમરીન લગભગ 3 કિલોમીટર નીચે હતી, આવી સ્થિતિમાં સર્ચ ટીમને સ્પષ્ટ જોવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT