અલ્ફાન ખાને 10 રૂપિયા માટે પોતાના જ દલિત મિત્રની હત્યા કરી નાખી
મૈનપુર : યુપીના મૈનપુરીમાં 10 રૂપિયા મુદ્દે થયેલા વિવાદમાં દલિત યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હાલ તો હત્યાના કારણ અને હત્યારા બંન્નેને…
ADVERTISEMENT
મૈનપુર : યુપીના મૈનપુરીમાં 10 રૂપિયા મુદ્દે થયેલા વિવાદમાં દલિત યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હાલ તો હત્યાના કારણ અને હત્યારા બંન્નેને શોધવા માટે પોલીસ અને એસઓજીની ટીમ તપાસ ચલાવી રહી છે. પોલીસ એક યુવકની ધરપક કરી હતી. પુછપરછમાં આરોપીએ 10 રૂપિયા અંગે થયેલા વિવાદમાં દલિતની ગોળી મારીને હત્યા કરવાની વાત કબુલી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જનપદ મૈનપુરીના ઘિરોર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ ફૈઝપુરનો રહેવાસી મહેશચંદ્ર જાટવ ગામમાં જ રસ્તા કિનારે એક ખોખા (પરચુરણની દુકાન) ચલાવતો હતો. મહેશ ક્યારે ક્યારેક પોતાની દુકાનમાં જ સુઇ જતો હતો. 12 જુને રાત્રે તે પોતાની દુકાનની બહાર સુઇ રહ્યો હતો. ત્યારે અજાણ્યા વ્યક્તિએ તેના માથામાં ગોળી મારી દીધી હતી. મહેશનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
ઘિરોર પોલીસ અને એસઓજી મહેશ જાટવના મર્ડર કેસની તપાસ કરી રહી છે. બીજી તરફ પોલીસની ટીમે નગલા કેહરી ગામના રહેવાસી ઉલ્ફાન ઉર્ફે ગુલ્ફાન ઉર્ફે ગુલ્લા બંજારાને કસ્ટડીમાં લીધો છે. પુછપરછમાં ખુલાસો થયો છે કે, 10 રૂપિયા અંગે મહેશ સાથે વિવાદ થયા બાદ જાટવને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મહેશચંદ જાટવ પરચુરણ સામાન વેચતો હતો. ઉપરાંત પેટ્રોલ પણ વેચતો હતો. જે રાત્રે તેની હત્યા થઇ તેના થોડા દિવસો પહેલા આરોપી ઉલ્ફાને મહેશ પાસેથી પેટ્રોલ ખરીદ્યું હતું. જો કે તેની પાસે મહેશને આપવાના પૈસાના 10 રૂપિયા ઓછા હતા.
ADVERTISEMENT
ઉલ્ફાને મહેશને કહ્યું કે, તે 10 રૂપિયા રૂપિયા આપી જશે. જો કે મહેશે પછી પૈસા આપવાની વાતનો ઇન્કાર કરી દીધો હતો. જે બાબતે ઉલ્ફાન અને મહેશ વચ્ચે વિવાદ થઇ ગયો હતો. મહેશે ઉલ્ફાનને મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીથી નારાજ ઉલ્ફાન મહેશને સબક શિખવવા માંગતો હતો. 12 જુને રાત્રે તેણે મહેશના માથામાં ગોળી મારી દીધી હતી. મહેશનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT