પૂર્વ ડેપ્યુટી CM એ સરકારી જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો, પૂર્વ IPS અધિકારીના ગંભીર આક્ષેપ
મુંબઇ : પુણેના પૂર્વ પોલીસ કમિશ્નર મીરા બોરવંકરે પોતાના પુસ્તક મેડમ કમિશ્નરમાં નામ લીધા વગર મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજિત પવાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા.…
ADVERTISEMENT
મુંબઇ : પુણેના પૂર્વ પોલીસ કમિશ્નર મીરા બોરવંકરે પોતાના પુસ્તક મેડમ કમિશ્નરમાં નામ લીધા વગર મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજિત પવાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. બોરવંકરે પોતાના પુસ્તકમાં દાવો કર્યો કે, અજિત પવારે પોલીસની જમીન વેચી નાખી હતી જે ત્યાર બાદ તેમને પરત મળી હતી.
પૂર્વ IPS અધિકારીના પુસ્તકમાં ચોંકાવનારો દાવો
પૂર્વ IPS અધિકારી અને પુણેના પૂર્વ પોલીસ કમિશ્નર મીરા બોરવંકરના પુસ્તક “મેડમ કમિશ્નર” સાથે રાજકીય જગતમાં હોબાળો મચી ગયો છે. તેમણે પોતાના પુસ્તકમાં ખુલાસો કર્યો કે, પુણેના તત્કાલીન સંરક્ષક મંત્રી અને હવે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજિત પવારે પોલીસના સ્વામિત્વવાળી બેશકિમતી ત્રણ એકર જમીન એક પ્રાઇવેટ પાર્ટીને નીલામી કરાવી દીધી હતી.
નિર્ણય સંરક્ષક મંત્રી દ્વારા લેવાયાનો આક્ષેપ
મીરા બોરવંકરે આરોપ લગાવ્યો કે આ નિર્ણય સંરક્ષક મંત્રી દ્વારા લેવાયો હતો અને તત્કાલીન સંભાગીય આયુક્ત દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી હતી. જો કે ભારે સંઘર્ષ બાદ બોરવંકર જમીન પરત લેવામાં સફળ રહ્યા પરંતુ અજિત પવારે તત્કાલીન ગૃહમંત્રી આર.આર પાટિલ વિરુદ્ધ અનેક નિવેદનો આપ્યા હતા.
ADVERTISEMENT
પાટીલ કરતા હતા બોરવંકરને સપોર્ટ
સૌથી રસપ્રદ બાબત છે કે, બોરવંકરે પુસ્તકમાં લખ્યું કે, તત્કાલીન ગૃહમંત્રી આર.આર પાટિલ બોરવંકરની નીતિઓનું સમર્થન કરતા હતા, જો કે આ વખતે તેમણે ઇનકાર કરી દીધો કારણ કે તેમના હાથ બંધાયેલા હતા. કારણ કે જિલ્લામંત્રી (અજિત પવાર) વધારે શક્તિશાળી હતા અને તેમણે પોતાના કામ બાબતે ના સાંભળવાનું પસંદ નહોતું. તેમણે પુસ્તકમાં દાવો કર્યો કે, કિમતી સરકારી જમીનને ખાનગી હાથોમાં સોંપવામાં નિશ્ચિત રીતે ગોટાળો થયો, જેમાં રાજનેતાઓ અને અધિકારીઓએ ભારે લાંચ આપવામાં આવી. એક પોલીસ અધિકારીએ બોરવંકરને કહ્યું કે, કોઇ પણ ન તો અધિકારી કે ન તો મીડિયાને દાદા કહેવાની હિમ્મત કરતા નહોતા.
પુસ્તકમાં અજીતનું સીધુ જ નામ નહી
પુસ્તકના અનુસાર 2010 માં પુણેના યરવડા જેલમાં જ્યાં શહેરનું કેન્દ્રીય કારાગાર છે, પુણે પોલીસની અતિકિમતી જમીન પુણેના તત્કાલીન સંરક્ષક મંત્રી અજિત પવારના આદેશ પર નિલામ કરવામાં આવી હતી. જ્યારે બોરવંકરને મંત્રીએ જમીન સોંપા માટે બોલાવ્યા, તો તેમણે ઇન્કાર કરી દીધો કારણ કે તેમને લાગ્યું કે, આ પોલીસના ઉપયોગ અને પોલીસ કર્મચારીઓના આવાસ માટે ખુબ જ જરૂરી છે.
ADVERTISEMENT
બોરવંકરનું પુસ્તક આજે એટલે કે રવિવારે રિલીઝ થનારા પુસ્તક મેડમ કમિશ્નમાં આવી અનેક ચોંકાવનારી ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં બોરવંકરે “જિલ્લા મંત્રી” નામનો ઉલ્લેખ કર્યો છે પરંતુ તેને “દાદા” નામથી સંબોધિત પણ કર્યા છે.
ADVERTISEMENT
હાઇકોર્ટ સુધી પહોંચ્યો મામલો
બોરવંકર લખે છે કે, જ્યારે તેમણે જમીન સોંપવા માટે મને બોલાવ્યો તો મે ઇન્કાર કરી દીધો. મે ત્યાં સુધી કહ્યું કે, મારુ મંતવ્ય છેકે આ પ્રક્રિયા (બોલી લગાવવાની) ત્રુટીપુર્ણ હતી અને પોલીસ વિભાગના હિતોની વિરુદ્ધ હત. મંત્રીએ પોતાનો મિજાજ ગુમાવી દીધો અને જમીનનો નકશો કાચના મેજ પર ફેંકી દીધો હતો.
પુસ્તકમાં થયા ચોંકાવનારા દાવાઓ
પુસ્તકમાં આગળ લખતા કે, આ અનુભવાઇ રહ્યું છે કે, બોરવંકરનું પોલીસની જમીનને આપવાનો કોઇ ઇરાદો નથી, તો તેના માટે સૌથી ઉંચી બોલી લગાવનારો બોમ્બે હાઇકોર્ટ જતા રહ્યા. તેણે પહેલા જ મહારાષ્ટ્ર ગૃહવિભાગને 1 કરોડના આગોતરા ચુકવણી કરી દીધી હતી. કોર્ટમાં મહારાષ્ટ્ર ગૃહવિભાગે આ ડીલનો વિરોધ કરવાનો ઇન્કાર કરી દીધો. જ્યારે પોલીસ વિભાગ આ ડીલની વિરુદ્ધ હતો. સરકારી વકીલે ગૃહવિભાગ અને પોલીસ વિભાગને ભલામણ કરી કે મામલાને ખુલી કોર્ટમાં નહી પરંતુ આંતરિક રીતે ઉકેલવામાં આવે.
બદલો અને પોસ્ટિંગની રાજનીતિ
પુસ્તકમાં બોરવંકર આગળ લખે છે કે, થોડા મહિનાઓ બાદ જ્યારે પુણેના બિબવેવાડી વિસ્તારમાં તોફાનો ઉઠ્યા, તો જિલ્લામંત્રીએ એક નાનો ઇન્ટરવ્યુ આપીને પોતાનો બદલો લીધો. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો કે, પોલીસ કમિશ્નરનું કંઇક કરવું પડશે. હું ખુબ જ ઝડપથી જિલ્લા મંત્રીને મળવાનો સમય માંગ્યો. પુણેના સરકારી ગેસ્ટ હાઉસમાં મે તેમને મરાઠી ટીવી ચેનલો પર કરવામાં આવેલી તેમની ટિપ્પણી અંગે પુછ્યું તો તેમણે આશ્ચર્યજનક રીતે મળવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો.
અજિત પવારે આરોપોને ફગાવ્યા
ઉપમુખ્યમંત્રી અજિત પવારના કાર્યાલયના પૂર્વ પોલીસ કમિશ્નર મીરા બોરવંકરના પુસ્તકમાં લગાવાયેલા આરોપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે, અજિત પવાર ઉપરોક્ક મામલે સંડોવાયેલા નહોતા અને રિપોર્ટમાં ઉલ્લેખીત જમીન સાથે તેમનો કોઇ સંબંધ નથી.
શિવસેનાએ દ્વારા મહારાષ્ટ્ર સરકાર પર કરાયા આક્ષેપ
બીજી તરફ આ મામલે શિવસેના (ઉદ્ધવ જુથ) નેતા સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ભાજપને આ સત્યની જરૂર છે કે, સરકાર ચલાવવા માટે તેઓ કેવા પ્રકારના લોકો પોતાની સાથે લઇને ચાલી રહ્યા છે. જેઓ સરકારી જમીન પણ હડપવા માંગતા હતા. હવે ઇડી, ઇઓડબલ્યૂ અને ફડણવીસ આ અંગે શું કરશે?
ADVERTISEMENT