‘દેશના ભાગલા નહોતા પડવા જોઈતા, આ એક ઐતિહાસિક ભૂલ’, ઓવૈસી

ADVERTISEMENT

gujarattak
social share
google news

હૈદરાબાદથી સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ દેશના વિભાજન અંગે કહ્યું કે, ભારતનું વિભાજન નહોતું થવું જોઈતું. ઓવૈસીએ તેને ઐતિહાસિક ભૂલ ગણાવી હતી. AIMIM ચીફે કહ્યું કે, ઐતિહાસિક રૂપથી આ દેશ હતો અને દુર્ભાગ્યથી વિભાજિત થયો, જે નહોતો થવો જોઈતો.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ઓવૈસી સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યની ટિપ્પણી પર એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા કે ભારત અને પાકિસ્તાનની રચના મોહમ્મદ અલી ઝીણાના કારણે નહીં પરંતુ હિન્દુ મહાસભાની માંગ પર થઈ હતી.

હૈદરાબાદના સાંસદે કહ્યું, “ઐતિહાસિક રીતે આ એક દેશ હતો અને કમનસીબે તેનું વિભાજન થયું. આવું નહોતું થવું જોઈતું. હું અહીં એટલું જ કહી શકું છું, પરંતુ જો તમે ઇચ્છો તો આ અંગે ચર્ચા કરો. હું તમને કહીશ કે ખરેખર આ દેશના વિભાજન માટે જવાબદાર કોણ છે. હું તે સમયે થયેલી ઐતિહાસિક ભૂલનો જવાબ એક લાઈનમાં આપી શકતો નથી.

ADVERTISEMENT

મૌલાના કલામનું પુસ્તક વાંચવાનું સૂચન કર્યું

AIMIM નેતાએ દેશના પ્રથમ શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદનું પુસ્તક ‘ઈન્ડિયા વિન્સ ફ્રીડમ’ વાંચવાનું પણ સૂચન કર્યું હતું અને જણાવ્યું હતું કે કેવી રીતે તેઓ કોંગ્રેસના નેતાઓ પાસે ગયા હતા અને તેમને આ વિભાજન પ્રસ્તાવને ન સ્વીકારવાની અપીલ કરી હતી.

મૌલાનાએ કોંગ્રેસના નેતાઓને અપીલ કરી હતીઃ ઓવૈસી
ઓવૈસીએ કહ્યું કે, “આ દેશનું વિભાજન નહોતું થવું જોઈતું. ભાગલા ખોટા હતા. તે સમયે ત્યાંના તમામ નેતાઓ તેના માટે જવાબદાર હતા. જો તમે મૌલાના અબુલ કલામ આઝાદનું પુસ્તક ‘ઈન્ડિયા વિન્સ ફ્રીડમ’ વાંચો તો મૌલાના આઝાદે તમામ કોંગ્રેસી નેતાઓને વિનંતી કરી હતી કે દેશનું વિભાજન ન થવું જોઈએ.”

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT