અમદાવાદઃ જાહેરમાં ઉઠક-બેઠક, સિંધુ ભવન રોડને બાનમાં લઈ જોખમી દિવાળી મનાવનારા શખ્સોની થઈ આ હાલત, Video
અમદાવાદઃ અમદાવાદમાં દિવાળીના દિવસે સિંધુભવન રોડને કેટલાક તોફાની તત્વોએ રીતસર બનાનમાં લીધો હોય તેવો ઘાટ ઘડાયો હતો. અહીં તેમણે વાહનોની અવરજવર વચ્ચે જ્યાં ત્યાં ફટાકડા…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદમાં દિવાળીના દિવસે સિંધુભવન રોડને કેટલાક તોફાની તત્વોએ રીતસર બનાનમાં લીધો હોય તેવો ઘાટ ઘડાયો હતો. અહીં તેમણે વાહનોની અવરજવર વચ્ચે જ્યાં ત્યાં ફટાકડા અને રોકેટ ફોડ્યા હતા. આ ઉપરાંત સ્ટંટ બાજી કરવામાં આવી હતી. જોકે સ્ટંટબાજી તેમને ભારે ત્યારે પડી ગઈ જ્યારે પોલીસે તેમના કાન આમળ્યા અને જાહેરમાં ઉઠક બેઠક કરવાનો વારો આવ્યો આ શખ્સોને કારણે ઘણાના જીવ જોખમમાં મુકાયા હતા. અમદાવાદ પોલીસે તેમને પાઠ ભણાવવા અને અન્ય કોઈ શખ્સો આવા જોખમી સ્ટંટ ન કરે તે માટે જાહેરમાં તેમને સરભરા કરી હતી.
જાણો કોણ કોણ પકડાયું
દિવાળીના દિવસે ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલા સિંધુભવન રોડ પર સ્ટંટ બાજી કરનારા શખ્સોને સ્ટંટબાજી ભારે પડી ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયો અને તે અંગે અમદાવાદ પોલીસે એક્શન મોડમાં આવી ગઈ. પોલીસે આ મામલામાં સમીર શેખ, સાહીલ કુરેશી. અસદ મેમણ, હર્ષદ ગારંભા, આસિફ શેખ, બિલાલ શેખ, અદનાન મંસુરી અને હિતેશ ઠાકોર નામના શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા શખ્સો સામે પોલીસે કેસ દાખલ કર્યો હોઈ હવે તેમની દિવાળી કોર્ટ કચેરીના ધક્કા વચ્ચે વ્યતિત થશે તે પાક્કું છે.
#Ahmedabad માં દિવાળીમાં સિંધુભવન રોડ પર સ્ટંટ કરનારા શખ્સોને પોલીસે જાહેરમાં ઉઠક બેઠક કરાવી અને તે પણ તે જ જગ્યાએ જ્યાં સ્ટંટ કર્યા હતા#GujaratPolice #SindhuBhavanRoadStunt #Diwali #GujaratTak pic.twitter.com/RwMSiAC572
— Gujarat Tak (@GujaratTak) October 26, 2022
જ્યાં સ્ટંટ કર્યા ત્યાં જ ઉઠક-બેઠક
આ મામલામાં પોલીસે જે શખ્સોને પકડ્યા હતા તેમને જાહેરમાં કાન પકડાવીને ઉઠક બેઠક કરાવી હતી અને તે પણ એ જ જગ્યાએ જ્યાં તેમણે સ્ટંટ કર્યા હતા. પોલીસે આવું તેમની સાથે સાથે અન્ય સ્ટંટબાજોને પણ પાઠ મળે તે માટે કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ હવે આ ઘટનામાં વધુ કાર્યવાહી હાથ ધરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT