AHMEDABAD માં મેઘરાજાની સતત બીજા દિવસે તોફાની બેટિંગ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : લાંબા સમય બાદ શનિવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. શનિવારથી શરૂ થયેલો વરસાદ આખુ અઠવાડીયુ આવતુ હોય છે તેવું માનવામાં આવે છે. આ કિવદંતીને સાચી ઠેરવતા હોય તેમ મેઘરાજાની સવારી સતત બીજા દિવસે પણ અમદાવાદ આવી પહોંચી હતી. ભારે પવનના સુસવાટા સાથે મેઘારજાએ ફરીએકવાર તોફાની બેટિંગ શરૂ કરી હતી. અમદાવાદના શ્યામલ ચાર રસ્તા, એસજી હાઇવે, વેજલપુર, બોડકદેવ, સીજી રોડ, લો ગાર્ડન સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી હતી.

વરસાદની સાથે હંમેશા માટે જે અમદાવાદની સમસ્યા રહે છે તે પાણી ભરાવાની અને ટ્રાફીકની સમસ્યા યથાવત્ત રહી હતી. વેજલપુર અને શ્યામલ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે અમદાવાદમાં ભારે બફારા વચ્ચે આંધી જેવી સ્થિતિ વચ્ચે પશ્ચિમ અને પૂર્વ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવે છે. જેના પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ પણ જામ્યો હતો. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં 11 અને 12 તથા દક્ષિણમાં 13 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT