દિવાળી બાદ AHMEDABAD બન્યું જોખમી, આ ત્રણ વિસ્તારમાં હવામાં તરે છે ઝેર

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : શહેરની હવા દિવાળી બાદ ભારે ઝેરી બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એર ક્વોલિટી ઇન્ડેક્સ મોનિટરીંગ સિસ્ટમ એક્ટિવ કરવામાં આવી હતી. શહેરનાં AQMS પર અમદાવાદ શહેની પ્રદુષિત વિસ્તારોની યાદી બહાર પાડી હતી. શહેરીજનો માટે જો કે આ આંકડા ખુબ જ ચોંકાવનારા હતા.

અમદાવાદ શહેરની એર ક્વોલિટી ઇન્ડેક્સ સૌથી ખરાબ
અમદાવાદ શહેર એર ક્વોલિટી ઇન્ડેક્સ 293 એ પહોંચ્યો છે. હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. અમદાવાદના નવરંગપુરા, સેટેલાઇટ, ચાંદખેડામાં હવા અતિપ્રદૂષિત છે. નવરંગપુરા PM 2.5, 374 પર છે. સેટેલાઇટમાં pm2.5, *346* પર છે. ચંદખેડામાં pm2.5, *316* પર છે. અમદાવાદ એરપોર્ટ વિસ્તારી હવા સૌથી શુદ્ધ છે. જો કે બોપલ, પીરાણા, રાયખઢ, રખિયાલ અને ગિફ્ટ સિટી વિસ્તાની હવા પ્રદૂષિત હતી.

ડોક્ટર્સે ચેતવણી વ્યક્ત કરી
આ અંગે ડોક્ટર્સ દ્વારા પણ ચેતવણી આપવામાં આવી હતી. તેમના અનુસાર ફટાકડાથી ધ્વનિ પ્રદૂષણ સાથે સાથે ધુમાડો પણ ફેલાય છે. ધુમાડાથી એલર્જી હોય તેમને આ સમય દરમિયાન મુશ્કેલી વધી શકે છે. ગત્ત વર્ષની તુલનાએ આ પ્રકારના દર્દીઓની સંખ્યા સિવિલ હોસ્પિટલમાં ઘટી છે. અસ્થમા અને એલર્જેટિક લોકોને માસ્ક પહેરીને જ બહાર નિકળવું હિતાવહ છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT