અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલનો દાવો, હું મુસલમાન છું માટે ભાડે મકાન નથી મળી રહ્યું

ADVERTISEMENT

Mumtaz Patel Exclusive Interview
કોંગ્રેસ કાર્યકરોને કોઇ નોકરી પણ નથી રાખતું
social share
google news

ગુજરાતની ભરૂચ લોકસભા સીટ કોંગ્રેસ દ્વારા AAP ને આપવામાં આવ્યાનો વિરોધ વ્યક્ત કરીને સમાચારમાં આવેલી અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ હવે નવા જ કારણથી ચર્ચામાં છે. અહેમદ પટેલના પુત્રી મુમતાઝનો દાવો છે કે, તેઓ મુસ્લિમ હોવાના કારણે તેમને ભાડાનું ઘર નથી મળી રહ્યું. 

AAP ને સીટ મળતા પટેલ પરિવારમાં રોષ

ગુજરાતની ભરૂચ લોકસભા સીટ કોંગ્રેસની તરફથી આમ આદમી પાર્ટી (AAP) ને આપી દેવામાં આવી છે. જેનો વિરોધ વ્યક્ત કરીને મુમતાઝ પટેલ સમાચારમાં આવ્યા હતા. અહેમદ પટેલની પુત્રી મુમતાઝે કહ્યું કે, દેશમાં મુસલમાનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુમતાઝ પટેલે એક ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન દાવો કર્યો કે, મુસલમાન હોવાના કારણે તેમને ભાડાનું મકાન પણ નથી મળી રહ્યું. તેમણે કહ્યું કે, દિલ્હી જેવા શહેરમાં પણ એવું થાય છે. 

કોંગ્રેસના મતદાતા આપને મત આપે તેની શક્યતા નહીવત્ત

મુમતાઝ પટેલે એક ટીવી ઇન્ટરવ્યુમાં ભરૂચ સીટ આમ આદમી પાર્ટીને આપવા અંગે નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, તે વાતની કોઇ જ ગેરેન્ટી નથી કે કોંગ્રેસના સમર્થકો AAP ના ઉમેદવારને મત આપે અથવા કોંગ્રેસ કાર્યકરો તેના માટે પ્રચાર કરે. આપ ઉમેદવાર ચૈતર વસાવા પર કટાક્ષ કરતા મુમતાઝે કહ્યું કે, અહેમદ પટેલની સીટ નથી, પરંતુ આજે આવું કહીને કેમ્પેઇનની શરૂઆત થઇ રહી છે કે સીટ જીતીને અહેમદ પટેલને શ્રદ્ધાંજલી આપીશું. 

ADVERTISEMENT

કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ ભારે રોષ છે

શું કોંગ્રેસના વોટર્સ આપને મત આપશે. આ અંગે મુમતાઝે કહ્યું કે, તે અંગે હું કોઇ પણ ટિપ્પણી કરી શકું નહી. ન તો હું કેડરની ગેરેન્ટી લઇ શકુ છું ન તો વોટની ગેરેન્ટી લઇ શકું છું. મારી તરફથી કોઇ બળવો કરવામાં આવ્યો નથી, પરંતુ વોટર અને કેડરને માનવવી સરળ નહી હોય. 

મુસલમાનોની સ્થિતિ અંગે શું કહ્યું?

શું મુસલમાન હિન્દુસ્તાનમાં સુરક્ષીત છે? તેના જવાબમાં મુમતાઝે કહ્યું કે, ખુબ જ પડકારજનક સ્થિતિ છે. એક મુસલમાન હોવાના કારણે કહુ છુ કે, આ સરળ નથી. આજે કદાચ હું પણ મકાન ભાડે લેવા ઇચ્છું તો મને પણ ખુબ જ મુશ્કેલી પડશે. કોઇ મને મકાન ભાડે આપવા પણ તૈયાર નથી. દિલ્હી જેવા શહેરમાં પણ આ સ્થિતિ છે. ઘર શોધી રહી છું પરંતુ નથી મળી રહ્યું. જેનું કારણ છે કે હું એક મુસ્લિમ છું. મારી માતાને પણ 2 વર્ષ પહેલા ઘર નહોતું મળ્યું. આજ પણ તેવી જ સ્થિતિ છે. એક તો પોલિટિકલ પાર્ટી અને બીજુ મુસ્લિમ હોવું. હવે આ સ્થિતિ અમારી છે તો સામાન્ય મુસ્લિમ પરિવાર સાથે તો શું થતું હશે. ગામના મુસ્લિમો ખુબ જ ખરાબ સ્થિતિમાં જીવી રહ્યા છે. ગુજરાતમાં તો એવી સ્થિતિ છે કે, મુસ્લિમ કાર્યકર્તાના સંતાનોને કોઇ નોકરીએ નથી રાખતું. આ સ્થિતિ ગુજરાતમાં છે તો યુપી અને બિહાર જેવા રાજ્યોની સ્થિતિ શું હશે.મુમતાઝે કહ્યું કે, પોલીસ મુસલમાનોની ફરિયાદ નથી નોંધી રહી. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT