Rahul Gandhi ની ન્યાય યાત્રામાં અહેમદ પટેલ પરિવારની સૂચક ગેરહાજરી
Bharuch News : ગુજરાતમાં એક તરફ કોંગ્રેસના નાના કાર્યકરોથી માંડીને દિગ્ગજ નેતાઓ પક્ષનો સાથ છોડી રહ્યા છે. બીજી તરફ રાહુલ ગાંધી દ્વારા ન્યાય યાત્રા લોકો સુધી પહોંચી રહી છે.
ADVERTISEMENT
Bharuch News : ગુજરાતમાં એક તરફ કોંગ્રેસના નાના કાર્યકરોથી માંડીને દિગ્ગજ નેતાઓ પક્ષનો સાથ છોડી રહ્યા છે. બીજી તરફ રાહુલ ગાંધી દ્વારા ન્યાય યાત્રા લોકો સુધી પહોંચી રહી છે. રાહુલ ગાંધી ગુજરાતના આદિવાસી બેલ્ટ સુધી પહોંચ બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. આ રીતે ન્યાય યાત્રા સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભરૂચ પહોંચ્યા હતા. તેમનું સ્વાગત કરવા માટે AAP ના ધારાસભ્ય ચૈતર વસાવા પણ પહોંચ્યા હતા. જો કે ગાંધી પરિવારના ખુબ જ નજીકના અહેમદ પટેલની દિકરી મુમતાઝ પટેલ અને અહેમદ પટેલના પુત્રની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી હતી.
અહેમદ પટેલના પુત્રી છે મુમતાઝ પટેલ
અત્રે ઉલ્લેખનીય છે કે, મુમતાઝ પટેલ કોંગ્રેસના જે-તે સમયના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્રી છે. પોતે ભરૂચની દિકરી હોવાનો પણ દાવો કરે છે. તેઓએ આ વખતે ભરૂચ લોકસભા સીટની માંગ કોંગ્રેસ પાસે કરી હતી. જો કે કોંગ્રેસ દ્વારા આપ સાથે ગઠબંધન હોવાના કારણે આ સીટ આપને ફાળવી હતી. જેના કારણે અહેમદ પટેલના પુત્ર મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ બંન્ને દાવો ઠોકી રહ્યા હતા. જો કે સીટ બંન્નેને મળવાને બદલે સીધી જ AAP ના ચૈતર વસાવાને મળી ગઇ હતી. જેથી બંન્ને ભાઇ બહેનનો સપનાનો શીશ મહલ ભાંગી ગયો હતો.
ભરૂચ બેઠક પર અનેક ધમપછાડા છતા બેઠક આપને મળી
ભરૂચ બેઠક અહેમદ પટેલની અને કોંગ્રેસની અસ્મિતા સાથે સંકળાયેલી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. જો કે તમામ પ્રયાસો છતા બેઠક આખરે આપના ફાળે ગઇ હતી. રાહુલ ગાંધીની યાત્રા ભરૂચ આવવા છતા અહેમદ પટેલ પરિવારના એક પણ વ્યક્તિએ આ યાત્રામાં હાજરી નહી આપતા સમગ્ર મામલો ઉડીને આંખે વળગ્યો હતો.
ADVERTISEMENT
ભારત જોનો ન્યાય યાત્રાથી ગુજરાત કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાશે
બીજી તરફ કોંગ્રેસના નેતા જયરામ રમેશે ભારત યાત્રા અંગે જણાવ્યું કે, ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં કોંગ્રેસના સંગઠન માટે બુસ્ટર ડોઝ છે. જેના કારણે સંગઠનમાં નવા પ્રાણ ફૂંકાશે. ચૂંટણીમાં હારજીત તો થતી જ રહે છે. યાત્રાએ લોકોને જોડવાનું કામ કર્યું છે. કોંગ્રેસની યાત્રા વિચારધારાની યાત્રા છે. રાહુલ ગાંધી કાર્યકરો વચ્ચે પહોંચીને કોંગ્રેસની વિચારધારા મજબુત કરી રહ્યા છે.
ADVERTISEMENT