ચૂંટણી પહેલા LG એ દિલ્હીની AAP સરકારના મહત્વના 400 નિષ્ણાંતોની હકાલપટ્ટી કરી

ADVERTISEMENT

AAP Delhi Government
AAP Delhi Government
social share
google news

નવી દિલ્હી : દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ નિમણૂંકોમાં SC/ST/OBC ઉમેદવારો માટે અનામત નીતિનું પાલન કરવામાં આવ્યું નથી. આ લોકોને દિલ્હી સરકારના વિવિધ વિભાગો અને એજન્સીઓમાં ફેલો/આસિસ્ટન્ટ ફેલો, સલાહકાર/નાયબ સલાહકાર, વિશેષજ્ઞ/વરિષ્ઠ સંશોધન અધિકારી અને સલાહકાર તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ 400 લોકોની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દીધી છે. આ લોકો દિલ્હી સરકાર સાથે સંકળાયેલા વિવિધ વિભાગો, નિગમો, બોર્ડ અને પીએસયુમાં નોકરી કરતા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ લોકોની તૈનાતીમાં પારદર્શિતાનું પાલન કરવામાં આવ્યું ન હતું. જેના કારણે તેમને હટાવી દેવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ નિમણૂંકોમાં SC/ST/OBC ઉમેદવારો માટે અનામત નીતિનું પાલન કરવામાં આવ્યું નથી. આ લોકોને દિલ્હી સરકારના વિવિધ વિભાગો અને એજન્સીઓમાં ફેલો/આસિસ્ટન્ટ ફેલો, સલાહકાર/નાયબ સલાહકાર, વિશેષજ્ઞ/વરિષ્ઠ સંશોધન અધિકારી અને સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

શું છે આરોપ?
આમાંના ઘણા ઉમેદવારો આ જગ્યાઓ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત પણ પૂર્ણ કરતા નથી. ઘણા એવા ઉમેદવારો છે જેમની પાસે આ પદો માટે પૂરતો અનુભવ પણ નથી. પરંતુ તેમ છતાં તેમની નિમણૂક યોગ્ય ધોરણોને અનુસર્યા વિના કરવામાં આવી હતી. વાસ્તવમાં, સેવા વિભાગે એલજી સક્સેનાને આ 400 લોકોને તાત્કાલિક અસરથી સમાપ્ત કરવા વિનંતી કરી હતી.

ADVERTISEMENT

ત્યારબાદ લેફ્ટનન્ટ ગવર્નરે આ વિનંતીઓ સ્વીકારી અને આ કાર્યવાહી કરી. અત્રે ઉલ્લેખનીય છે કે આ નિર્ણયને કારણે કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ફરી એક વખત તણાવ વધી શકે છે. તેઓ કોઈપણ સક્ષમ અધિકારી વિના પોસ્ટ કરવામાં આવ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT