'મારા પતિની હત્યા કરનારને 50 હજાર આપીશ', પત્નીની ફેસબુક પોસ્ટ વાયરલ થતાં પોલીસ થઈ દોડતી

ADVERTISEMENT

Agra Girl Facebook Status Viral
પત્નીએ સોશિયલ મીડિયાથી આપી પતિની સોપારી
social share
google news

Agra Girl Facebook Status Viral: આજકાલ છોકરીઓ ફેમસ થવા માટે કંઈ પણ કરે છે. આવું જ એક કારનામું આગ્રાની એક યુવતીએ કર્યું છે. જોકે, હજુ સ્પષ્ટ નથી થયું કે તેણે ફેમસ થવા માટે આવું કર્યું છે કે ખરેખર આ ઓફર આપી છે, પરંતુ તેનું ફેસબુક સ્ટેટ્સ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. યુવતીએ પોતાના પતિની હત્યા કરાવવા માટે સ્ટેટસ લખ્યું છે. 

પતિની હત્યા કરનારને ઈનામ આપવાની જાહેરાત

તેણે તેના પતિની હત્યા કરનારને 50,000 રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. સ્ટેટસ વાયરલ થયા બાદ પીડિત યુવકે આગ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે તેની પત્ની અને તેના મિત્ર તરફથી તેના જીવને ખતરો છે. પીડિત યુવકની ફરિયાદના આધારે પોલીસે યુવતી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી યુવતી અને તેના મિત્રની શોધ ચાલી રહી છે.

શું લખ્યું છે સ્ટેટ્સમાં?

પોલીસ અધિકારીએ આ બાબતની પુષ્ટિ કરતા કહ્યું કે યુવતીએ તેના સ્ટેટસમાં પતિની હત્યા કરાવવાની ધમકી આપી છે. યુવતીના હાથમાં પિસ્તોલ જોવા મળી રહી છે અને તેણે લખ્યું છે કે ભીંડની શેરની છું.  કોઈએ આજ સુધી મારું શું બગાડી લીધું? મારા પિતા પોલીસમાં છે. તેથી મારે કોઈનાથી ડરવાની જરૂર નથી. હું મારી પાસે  પિસ્તોલ રાખું છું અને હું શૈલેષને ફસાવી દઈશ. મારા પિતાએ મારી મરજી વગર આ શખ્સ સાથે મારા લગ્ન કરાવી દીધા. હું તેની સાથે રહેવા માંગતી નથી. જે આ વ્યક્તિને મારી નાખશે તેને હું 50 હજાર રૂપિયાનું ઈનામ આપીશ.

ADVERTISEMENT

પોલીસ કરી રહી છે કાર્યવાહી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવતી મધ્યપ્રદેશના ભીંડની રહેવાસી છે અને યુવક આગ્રાના બાહ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. છેલ્લા કેટલાક દિવસોથી પતિ-પત્ની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હવે પત્નીનું એક ફેસબુક સ્ટેટસ વાયરલ થયું છે, જેને જોઈને પતિ ડરી ગયો છે. તેણે પોલીસ સ્ટેશસમાં પત્ની વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી છે. તેણે તેની પત્ની અને તેના મિત્રથી તેના જીવને જોખમ હોવાનો ઉલ્લેખ કરીને પોલીસ સુરક્ષાની માંગ કરી છે. તેમજ પત્ની સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT