પતિના મોત બાદ સસરાને બંધ બનાવી વહુ કરતી ગંદુ કામ કે ચારે બાજુ થઇ રહ્યું છે થું થું
સીતાપુર : પતિના મોત બાદ વહુ વૃદ્ધ સસરાની સારસંભાળના બહાને પોતાના પિયર લઇ ગઇ હતી અને તેને બંધક બનાવી લીધા હતા. તેણે સસુરાલના લોકોને પોતાના…
ADVERTISEMENT
સીતાપુર : પતિના મોત બાદ વહુ વૃદ્ધ સસરાની સારસંભાળના બહાને પોતાના પિયર લઇ ગઇ હતી અને તેને બંધક બનાવી લીધા હતા. તેણે સસુરાલના લોકોને પોતાના ઘરે આવવા અને સાસુ-સસરાને મળવા પર પણ પ્રતિબંધ લાદ્યો હતો. આરોપ છે કે, મહિલા પોતાના સસરાનું પેંશન અને પ્રોપર્ટી તમામ હડપવા માંગતી હતી. પોલીસનું કહેવું છે કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
સિતાપુરમાંથી ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે
ઉત્તરપ્રદેશના સિતાપુરમાં એક ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક કળીયુગી વહુ પતિના મોત બાદ સસરાની સારસંભાળને બહાનું કરીને પોતાના ઘરે લઇ ગઇ હતી. ત્યાર બાદ સસરાની પેંશન અને સંપત્તિ હડપવાની નિયત સાથે તેમને બંધક બનાવ્યા હતા. વૃદ્ધ સ્વરાજ પ્રસાદ અવસ્થીના નાના પુત્રએ પોલીસ અધીક્ષકને તેમની ફરિયાદ દાખલ કરાવી છે.
પોલીસને ફરિયાદ મળતા જ પોલીસે પાડ્યા દરોડા
ફરિયાદ મળતાની સાથે જ પોલીસ તથા તંત્રની સંયુક્ત ટીમે વહુના ઘરે દરોડા પાડ્યા અને ઘરે તાળા તોડીને વૃદ્ધ સ્વરાજ પ્રસાદ અવસ્થીને બીમાર હાલતમાં વહુના ઘરથી મુક્ત કરાવ્યા. ત્યાર બાદ તેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જ્યાં તેમનું મોત થયું હતું. મળતી માહિતી અનુસાર સ્વરાજ પ્રસાદ અવસ્થી શિક્ષણ વિભાગથી રિટાયર્ડ થયા હતા.
ADVERTISEMENT
વહુએ સંપત્તી માટે સાસુ-સસરાને બંધક બનાવ્યા
મળતી માહિતી અનુસાર વૃદ્ધ સ્વરાજ પ્રસાદ અવસ્થીના મોટા પુત્ર પ્રદીપની થોડા મહિના પહેલા મોત થયું હતું. તેમની પત્ની સ્નેહલતાની સારસંભાળના બહાને પોતાના સસરાના ઘરે લઇ ગઇ હતી અને તેને બંધક બનાવાયા હતા. એટલું જ નહી સસરાના પુત્ર અને તેની પત્ની તથા અન્ય પરિવારજનોને મળવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેની પેંશન ઉપાડીને ખર્ચ કરવા લાગી હતી. બીજી તરફ સ્વરાજ અવસ્થી બીમાર પડી ગયા હતા.
હાલ તો પોલીસે વહુ અને તેની પુત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી
આ સમગ્ર મામલે આરોપી વહુ સ્નેહલતા તેની પુત્રી તથા તેના પિતાની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. પરંતુ કોઇની ધરપકડ નથી થઇ. પોલીસનું કહેવું છે કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ઝડપથી દોષીતની ધરપકડ કરવામાં આવશે. હાલ તો આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT