ઈમરાન ખાનના ઘરમાં 30-40 ‘આતંકવાદીઓ’ છુપાયા હોવાની બાતમી બાદ, પોલીસ-આર્મીએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો

ADVERTISEMENT

Imran khan corden
Imran khan corden
social share
google news

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુસીબતોમાં સતત વધારો થઇ રહ્યો છે. પાકિસ્તાન સ્થિત પંજાબ સરકારનું કહેવું છે કે ઈમરાનના જમાન પાર્કના ઘરમાં 30-40 આતંકીઓ છુપાયેલા હોવાની માહિતી મળી છે. દરમિયાન, પંજાબની વચગાળાની સરકારે પીટીઆઈને લાહોરમાં ભૂતપૂર્વ વડાપ્રધાનના ઝમાન પાર્ક નિવાસસ્થાનમાં આશ્રય લેનારા 30-40 આતંકવાદીઓને પોલીસને સોંપવા માટે 24 કલાકની સમયમર્યાદા આપી છે.

કાર્યવાહક માહિતી મંત્રી આમિર મીરે લાહોરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું, “પીટીઆઈએ આ આતંકવાદીઓને પોલીસને સોંપી દેવા જોઈએ નહીંતર કાયદો પોતાનો માર્ગ અપનાવશે.” તેમણે એમ પણ કહ્યું કે સરકાર આ ‘આતંકવાદીઓ’ની હાજરીથી વાકેફ હતી કારણ કે તેની પાસે વિશ્વસનીય ગુપ્તચર અહેવાલો હતા. અત્રે ઉલ્લેખનીય છેકે, હાલ આર્મી દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. ગમે ત્યારે ગમે તે થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT