મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
નવી દિલ્હી: કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, જયરામ રમેશ અને કેસી વેણુગોપાલ હાજર…
ADVERTISEMENT
નવી દિલ્હી: કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, જયરામ રમેશ અને કેસી વેણુગોપાલ હાજર છે. ખડગેએ કહ્યું કે સત્યમેવ જયતે. દરેક વ્યક્તિ ખુશ છે. જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે સત્યની જીત થાય છે.
રાહુલ ગાંધી ખૂબ ટૂંકમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ કહ્યું, “આજે નહીં તો કાલે સત્યની જીત થશે. હું મારું લક્ષ્ય જાણું છું, મને ખબર છે કે મારે શું કરવાનું છે. અમને મદદ કરનાર અને જનતા દ્વારા આપવામાં આવેલા પ્રેમ અને સમર્થનનો આભાર.”
જાણો શું કહ્યું મલ્લિકાર્જુન ખડગેએ
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે રાહુલ ગાંધીને અયોગ્ય ઠેરવવાના મામલામાં 24 કલાકમાં બધું થઈ ગયું. હવે જોઈએ કે તેઓ કેટલા કલાકમાં તેમના સાંસદને પુનઃસ્થાપિત કરે છે. ખડગેએ કહ્યું હતું કે દૂરના ગુજરાતમાંથી જે નિર્ણય આવ્યો તે માત્ર 24 કલાકમાં લાગુ કરવામાં આવ્યો. દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ અને સંસદ વચ્ચે બહુ અંતર નથી. હવે જોવાનું એ રહેશે કે આ નિર્ણયનો અમલ કરવામાં કેટલો સમય લાગશે. અમે રાહ જોઈશું. ખડગેએ કહ્યું કે મોદી સરકારને લાગ્યું હશે કે તેણે ભૂલ કરી છે. લડાઈ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, તેથી હું તેના પર વધુ ટિપ્પણી કરીશ નહીં. આ વાયનાડની જનતા અને મતદારોની જીત છે. ત્યાંના લોકોની પણ જીત છે.
ADVERTISEMENT
જાણો શું કહ્યું એકે એન્ટનીએ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટની કહે છે, “ભારતની સર્વોચ્ચ અદાલતના આ ઐતિહાસિક નિર્ણયથી સુપ્રીમ કોર્ટની પ્રતિષ્ઠા વધી છે. આ ન્યાય અને સત્યની જીત છે.”
જાણો શું કહ્યું પવન ખેરાએ
‘મોદી સરનેમ’ ટિપ્પણી કેસમાં રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટના સ્ટે પર, કોંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું, “અમે ઊર્જાથી ભરેલા છીએ. અમને ન્યાયની અપેક્ષા હતી અને ન્યાય થયો. આગળ જુઓ, રાહુલ ગાંધી ‘બાઝીગર’ બનશે. સત્ય જીતશે. આજે લોકોનો ન્યાયતંત્રમાં વિશ્વાસ મજબૂત થયો છે.”
ADVERTISEMENT
ADVERTISEMENT