બિહારમાં એક બાદ એક 12થી વધુ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 100થી વધુ ઝૂંપડપટ્ટી આગમાં બળીને રાખ
બિહાર: બિહારની રાજધાની પટણાના શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશન વિસ્તારની એલએનજેપી હોસ્પિટલ પાસે ગુરુવારે બપોરે ભીષણ આગ લાગી હતી. આગના કારણે 100થી વધુ ઝૂંપડા બળીને રાખ થઈ…
ADVERTISEMENT
બિહાર: બિહારની રાજધાની પટણાના શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશન વિસ્તારની એલએનજેપી હોસ્પિટલ પાસે ગુરુવારે બપોરે ભીષણ આગ લાગી હતી. આગના કારણે 100થી વધુ ઝૂંપડા બળીને રાખ થઈ ગયા હતા. આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે ઝૂંપડામાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. 20 ફાયર ફાઈટરોએ બે કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો.
આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી
શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું હતું કે, આગના કારણની તપાસની સાથે તેનાથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. LNJP હોસ્પિટલની સામે PWD ગ્રાઉન્ડ છે. તેમાં મોટી સંખ્યામાં લોકો ઝૂંપડા બાંધીને રહેતા હતા. બપોરે ખેતરની પશ્ચિમ બાજુએથી આગ ફાટી નીકળી હતી.
#WATCH | Fire breaks out in slum area of Patna's Shastri Nagar in Bihar pic.twitter.com/VVbC59verl
— ANI (@ANI) April 6, 2023
ADVERTISEMENT
2 કલાકે આગ પર કાબૂ મેળવાયો
થોડા સમય બાદ અન્ય ઝૂંપડાઓમાં આગ ફેલાઈ ગઈ. આ દરમિયાન એક ડઝનથી વધુ ગેસ સિલિન્ડર ફાટવાના કારણે આગ વિકરાળ બની હતી. સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. જેના કારણે ત્યાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે વિભાગને સવા બે વાગ્યે આગ વિશે જાણ કરવામાં આવી હતી. સાંજે 4 વાગ્યાની આસપાસ આગ પર કાબુ મેળવ્યો હતો. અને કેસની તપાસ ચાલુ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT