કોરોના બાદ વિશ્વમાં ફેલાઈ રહી છે વધુ એક મહામારી, WHOએ જાહેર કર્યું હાઈએલર્ટ!

ADVERTISEMENT

WHO declared Health Emergency
WHO declared Health Emergency
social share
google news

WHO declared Global Public Health Emergency: કોરોના વાયરસ મહામારીથી લઈને લોકડાઉન સુધી, 2019-20નો સમયગાળો તમને યાદ જ હશે. કોવિડ 19એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો હતો. તેની અસર આજે પણ જોવા મળી રહી છે. કોરોના વાયરસના નવા વેરિએન્ટ્સ સતત સામે આવી રહ્યા છે. કોરોના હજુ સુધી સાવ ખતમ નથી થયો ત્યાં વિશ્વમાં વધુ એક નવી બીમારીએ દસ્તક આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ તેને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે.

WHOએ હાઈ એલર્ટ જાહેર કર્યું 

આ બીમારીનું નામ મંકીપોક્સ છે. વિશ્વમાં ઘણા લોકો તેજીથી આ બીમારીની ઝપેટમાં આવી રહ્યા છે. ખાસ કરીને આફ્રિકન દેશ કોંગો અને તેની આસપાસના વિસ્તારોમાં આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. તેને લઈને WHOએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. આ બીમારી 2022 કરતા વધુ ગંભીર અને જીવલેણ સાબિત થઈ શકે છે.

અમેરિકાએ આપી ચેતવણી

મંકીપોક્સનો જૂનો વેરિએન્ટ પહેલા જ વિશ્વના ઘણા દેશોમાં મળી ચૂક્યો છે. પરંતુ નવો વેરિઅન્ટ કોંગો સિવાય બીજે ક્યાંયથી સામે આવ્યો નથી. અમેરિકા અને બ્રિટનમાં પણ નવા વેરિઅન્ટના કેસ જોવા મળ્યા નથી. અમેરિકન સીડીસીએ ડોકટરોને ચેતવણી આપતા કહ્યું છે કે તેઓએ ત્વચા પર ફોલ્લીઓ જેવી બીમારીઓથી સાવચેત રહેવાની જરૂર છે.

ADVERTISEMENT

કેનેડાના PMએ દેશવાસીઓને કર્યા સતર્ક

મંકીપોક્સ બીમારીને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ દેશવાસીઓને એલર્ટ કર્યા છે. તેમણે દરેકને ચેતવણી આપીને કહ્યું કે એક નવો વાયરસ આવવાનો છે, જે કોવિડ 19 કરતા પણ વધુ ખતરનાક હોઈ શકે છે. આથી દરેકે આ બાબતે સાવચેત રહેવાની જરૂર છે.

WHOએ શું કહ્યું?

WHOના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અડનામના જણાવ્યા અનુસાર, મંકીપોક્સના પ્રકોપને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. આફ્રિકન દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં મોટી સંખ્યામાં લોકો આ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. ત્યાંના લોકો વારંવાર એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરે છે. તેનાથી બીમારી ફેલાવાનો ખતરો છે. તેથી દરેકે સતર્ક રહેવું જોઈએ.

ADVERTISEMENT

13 દેશોમાં ફેલાઈ બીમારી

મેંકીપોક્સ બીમારીના કેસ 13 દેશોમાં સામે આવી ચૂક્યા છે. કોંગોના પડોશી દેશો કેન્યા, રેવાન્ડા, યુગાન્ડા અને બુરુન્ડીમાં પણ મંકીપોક્સના કેસ જોવા મળ્યા છે. 2022માં આ બીમારી અમેરિકા અને યુકે જેવા દેશોમાં પણ જોવા મળી હતી. 58 અમેરિકનો અને હજારો બ્રિટિશ નાગરિકો મંકીપોક્સનો શિકાર બની ચૂક્યા છે.

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT