ADANI બાદ ભારતની વધુ એક દિગ્ગજ કંપનીમાં ધોવાણ, PATANJALI FOODS ના શેરમાં રોકાણકારોના પૈસા ડુબ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Patanjali Foods Stock Fall : બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સના શેરનું 52-સપ્તાહનું નીચલું સ્તર રૂ. 714.50 છે. જ્યારે સપ્ટેમ્બર 2022માં તે રૂ. 1495ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. સોમવારે કારોબાર દરમિયાન કંપનીનો શેર બજાર શરૂ થતાની સાથે જ 853.50 રૂપિયા પર પહોંચી ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં ઉથલપાથલનું વાતાવરણ છે. આ દરમિયાન યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સનો સ્ટોક પણ તૂટતો જોવા મળી રહ્યો છે.

સપ્તાહના પ્રથમ દિવસથી જ શેરમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે રામદેવનો શેર ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે તૂટીને રૂ. 853.50 પર પહોંચી ગયો હતો. રામદેવનો શેર 853ના સ્તરે હતો. સોમવારે શેરબજારમાં કારોબારની શરૂઆત સાથે જ બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સનો શેર ઘટાડા સાથે ખુલ્યો હતો અને થોડી જ વારમાં 853.50 પર પહોંચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, તે 52 વીકના ઓલ ટાઇમ લેવલ 714.50 રૂપિયા છે. જ્યાં ગત્ત વર્ષે રામદેવના આ શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ આ વર્ષે તે સતત નબળો પડ્યો હતો. સપ્ટેમ્બર 2022 માં તેણે 1495 રૂપિયાની સર્વોચ્ચ સપાટી સ્પર્શી હતી.

આ કાર્યવાહીની શેર પર અસર દેખાઇ
પતંજલિ ફૂડ્સના સ્ટોકમાં ઘટાડાના કારણો વિશે વાત કરીએ તો, સ્ટોક એક્સચેન્જે ભૂતકાળમાં કંપનીના પ્રમોટર ગ્રૂપ એન્ટિટીના 29.258 કરોડ શેર ફ્રીઝ કરી દીધા હતા. નિર્ધારિત સમય સુધીમાં લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સેબી દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર શેરબજારમાં લિસ્ટેડ કંપનીમાં ઓછામાં ઓછા 25 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ હોવું જરૂરી છે. જ્યારે 2019 માં રિઝોલ્યુશન પ્લાનના અમલીકરણ પછી, તેમાં જાહેર શેરહોલ્ડિંગ ઘટીને 1.1 ટકા થઈ ગયું હતું.

ADVERTISEMENT

એફપીઓ લાવવાના સમાચારને નકારી કાઢવામાં આવ્યા હતા
આ સિવાય પતંજલિ ફૂડ્સના નિવેદનથી પણ રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થઈ હતી અને કંપનીના શેરો વેચવા માટે ધસારો થયો હતો. વાસ્તવમાં, તે અહેવાલોને કંપની દ્વારા સંપૂર્ણ રીતે નકારી કાઢવામાં આવ્યા હતા, જેમાં પ્રમોટર હોલ્ડિંગ ઘટાડવાને ધ્યાનમાં રાખીને બીજી ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) લાવવાની તૈયારીની વાત કરવામાં આવી હતી. કંપનીના જણાવ્યા અનુસાર, પતંજલિ ફૂડ્સ કોઈપણ FPO પર વિચાર કરી રહી નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રોકાણકારો અને શેરધારકોએ આવા કોઈપણ સમાચાર પર વિશ્વાસ ન કરવો જોઈએ.

લાંબા ગાળામાં જંગી નફો કરનાર પતંજલિ

પતંજલીનું આ નિવેદન સ્ટોક એક્સચેન્જની કાર્યવાહી બાદ જ સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે પતંજલિ ફૂડ્સ ખાદ્ય તેલનું ઉત્પાદન કરતી દેશની અગ્રણી કંપની છે. તે પહેલા રૂચી સોયા ઇન્ડસ્ટ્રીઝ તરીકે જાણીતી હતી. ભલે આ સ્ટોક હાલમાં ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે, પરંતુ લાંબા ગાળામાં આ સ્ટોકનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. સપ્ટેમ્બર 2017માં તેની કિંમત 26 રૂપિયાની આસપાસ હતી, પરંતુ ત્રણ વર્ષમાં સપ્ટેમ્બર 2020 સુધીમાં આ શેર 613 રૂપિયાની ટોચે પહોંચી ગયો હતો અને સપ્ટેમ્બર 2022માં તે 1495 રૂપિયાની ટોચે પહોંચી ગયો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT