Aditya-L1 Launch: લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ, વૈજ્ઞાનિકો પહોંચ્યા વેંકટેશ્વર મંદિર

ADVERTISEMENT

Aditya L1 Launch Live Update
Aditya L1 Launch Live Update
social share
google news

Aditya-L1 Mission Launch: ઇસરોના મહત્વકાંક્ષી સોલર મિશન આદિત્ય L1 શનિવારે શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. ઇસરો ચીફે જણાવ્યું કે, રોકેટ અને સેટેલાઇટ તૈયાર છે. Aditya L1 Launch થવાનું છે. ભારતના પહેલા સોલાર મિશન આદિત્ય એલ1નું કાઉન્ટડાઉન શરૂ થઇ ચુક્યું છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને (ISRO) શુક્રવારે આ માહિતી આપી છે. આ પહેલા ઇસરો વૈજ્ઞાનિકની એક ટીમ આદિત્ય એલ1 મિશનના મિની મોડલની સાથે તિરુમાલા શ્રી વેંકટેશ્વર મંદિરમાં પુજા-અર્ચના કરવા પહોંચ્યા હતા.

ભારતનું પહેલું સૌર મિશન 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. લોન્ચની તૈયારીએ અંગે માહિતી આપતા ઇસરો ચીફ એસ.સોમનાથે ગુરૂવારે ચેન્નાઇમાં જણાવ્યું હતું, રોકેટ અને સેટેલાઇટ તૈયાર છે. અમે પ્રક્ષેપણ માટે અભ્યાસ પુર્ણ કરી લીધો છે.

શું છે મિશન આદિત્ય L1?

આદિત્ય એલ1 અંતરિક્ષ યાનને સુર્યના વાતાવરણમાં અવલોકક તરીકે L1(સુર્ય-પૃથ્વીના લૈંગ્રેજિયન પોઇન્ટ) પર સૌર હવાના વાસ્તવિક અભ્યાસ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેને પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દુર સુર્ય-પૃથ્વી પ્રણાલીના એલ1 પોઇન્ટની કક્ષામાં સ્થાપિત કરવાાં આવશે.

ADVERTISEMENT

આ પોઇન્ટની ખાસિયત છે કે, અહીં સુર્ય અને પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ બંન્ને બેઅસર થઇ જાય છે. જેના કારણે વસ્તુઓ આ જગ્યા પર સ્થિર રહી શકે છે. તેને સુર્ય અને પૃથ્વીના અંતરિક્ષમાં પાર્કિંગ પોઇન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ચંદ્ર બાદ હવે ભારત માંડી રહ્યું છે સુર્ય પર આંખ

આ ભારતનું પ્રથમ મિશન છે, જે સુર્યનો અભ્યાસ કરવા માટે અંતરિક્ષમાં મોકલવામાં આવી રહ્યું છે. તેવા સમયે તેને આખરી ઓપ અપાઇ રહ્યો છે જ્યારે હાલમાં જ ઇસરોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ સાથે જ દક્ષિણી ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરનારો વિશ્વનો પ્રથમ અને એકમાત્ર દેશ બની ચુક્યો છે. આ અગાઉ અમેરિકા, સોવિયત યૂનિયન અને ચીન ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરી ચુક્યા છે. જો કે તેમાંથી કોઇ પણ દક્ષિણી ધ્રુવ પર ઉતર્યા નહોતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT