અદાણીના શેર આવતી કાલે થઇ જશે રોકેટ, આ નિર્ણયના કારણે રોકાણકારોને હાશકારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી :  મુશ્કેલીના સમયમાં અદાણી ગ્રુપે મોટા નિર્ણયો લીધા છે. સતત ઘટી રહેલા શેર વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે, અદાણી સમુહે પોતાની કેટલાક ગીરવે મુકેલા શેરને છોડાવવા માટેનું આયોજન કર્યું છે. જે માટે આ કંપનીઓના પ્રમોટર્સે મેચ્યોરિટી પહેલા જ 1.114 અબજ ડોલર (9185 કરોડ રૂપિયા) પ્રીપેમેન્ટ કરવાનો નિર્ણય લીધો છે. અદાણી ગ્રુપના શેરમાં ઘટાડા વચ્ચે કેટલીક કંપનીઓના પ્રમોટર્સે કોલલેટર સ્વરૂપે શેરમાં ફેરફાર કર્યા છે. તેના માટે 1.114 અબજ ડોલરની લોનનું પ્રીપેમેન્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

આ કંપનીઓના શેર
અદાણી પોર્ટ્સમાં 168.27 મિલિયન શેર, જે પ્રમોટરના 12 ટકાની ભાગીદારી છે તે ઇશ્યુ કરવામાં આવશે. અદાણી ગ્રીન એનર્જીમાં 27.56 મિલિયન શેર અથવા પ્રમોટર્સની 3 ટકા હિસ્સેદારી ઇશ્યુ કરવામાં આવશે. અદાણી ટ્રાન્સમિશનમાં 11.77 મિલિયન શેર અથવા પ્રમોટર્સના 1.4 ટકા ભાગીદારી રિલીઝ કરવામાં આવશે.

સેંટિમેન્ટ સુધારવાના પ્રયાસ
આ લોન અદાણી ગ્રુપના શેરમાં ગિરવી રાખીને ખરીદવામાં આવ્યા હતા. તેની મેચ્યોરિટી સપ્ટેમ્બર 2024 માં પુર્ણ થશે. ગ્રુપમાં મેચ્યોરિટી પહેલા જ લોનની ચુકવણી કરવાનો નિર્ણય લીધો છે. સતત ઘટી રહેલા શેરો વચ્ચે અદાણી ગ્રુપે લોન ચુકવવાનો નિર્ણય લઇને ખરાબ થયેલા સેન્ટિમેંટને સુધારવાના પ્રયાસો કરી રહ્યા છે.

ADVERTISEMENT

અદાણી પોતાના શેર પરત લેવા માટે પ્રતિબદ્ધ
ડિસેમ્બર 2022 સુધીમાં અદાણી પોર્ટ્સમાં પ્રમોટર્સે પોતાના 17.31 ટકા હિસ્સેદારી ગિરવી મુકેલી છે. જે રિલીઝ કરવામાં આવ્યા બાદ ઘટીને 5.32 ટકા રહી જશે. અદાણી ગ્રીન એનર્જીના કુલ પ્રમોટર્સના સ્ટેકમાંથી 4.36 ટકા ગીરવી મુક્યા હતા. જે પ્રમોટર્સના કુલ ચુકવણી બાદ ઘટીને 1.36 ટકા રહી જશે. તે જ પ્રકારે અદાણી ટ્રાન્સમિશનમાં પોતાની કુલ સ્ટેકમાંથી પ્રમોટર્સ 6.62 ટકા હિસ્સેદારી ગિરવી મુકેલી હતી. જે હવે 5.22 ટકા રહી જશે.

અદાણી હાલમાં સુધરી રહેલા વાતાવરણને ધ્યાને રાખી નિર્ણય લીધો
અત્રે ઉલ્લેખનીય છે કે, અદાણી સમુહની કંપનીઓના પ્રમોટર્સે અદાણી ટ્રાન્સમિશનમાં પોતાની 72.63 ટકા કુલ સ્ટેકમાંથી 2.66 ટકા હિસ્સેદારી ગીરવી મુકી છે અદાણી પાવરમાં કુલ 74.97 ટકા સ્ટેકમાંથી 25.01 ટકા હિસ્સેદારી ગિરવી મુકી છે. બંન્ને કંપનીઓના ગિરવી મુકેલા શેરની વેલ્યુ 30 હજાર કરોડ રૂપિયા જેટલી છે. અદાણી સમુહના આ નિર્ણય બાદ અદાણી પોર્ટ્સના શેરમાં સોમવારે 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT