Adaniની કંપની ભારતમાં બનાવશે ઈઝરાયલનું ખતરનાક ડ્રોન, જાણો તેની તાકાત વિશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

Isreali Hermes 900 MALE UAV: ઈઝરાયલમાં ખતરનાક હુમલો અને જાસૂસી કરનારું ડ્રોનનો ઉપયોગ હવે ભારત પણ કરશે. ભારતમાં જ બનશે Hermes 900 MALE UAV. ભારતમાં તેને અદાણી ડિફેન્સ કંપની બનાવી રહી છે. આશા છે કે આગામી 4-5 વર્ષમાં તેની ફુલ ડિલિવરી પણ ભારતમાં જ થવા લાગશે.

ઈઝરાયલની કંપની બનાવતી આ ડ્રોન

દેશમાં આટલા શાનદાર ડ્રોન બનવાથી રોજગાર વધશે. ભારતીય સેનાઓને આ હથિયાર પહેલા મળશે. હર્મેશ 900 ડ્રોન્સ અત્યાર સુધી ઈઝરાયલની એલબિટ કંપની બનાવી રહી હતી. ખાસ કરીને ડ્રોનનું કામ નજર રાખવાનું અને જાસૂસી કરવાનું છે. પરંતુ જરૂર પડવા પર તેના દ્વારા હુમલો પણ કરી શકાય છે.

ADVERTISEMENT

30 હજાર ફૂટની ઉંચાઈએ ભરી શકે ઉડાણ

આ ડ્રોન સતત 30થી 36 કલાક સુધી ઉડાણ ભરી શકે છે. આ મીડિયમ અલ્ટીટ્યૂડ લોન્ગ એન્ડ્યોરન્સ એનમેન્ડ એરિયલ વ્હીકલ છે. આ વધુમાં વધુ 30 હજાર ફૂટની ઊંચાઈ સુધી ઉડી શકે છે. તેની વિંગસ્પૈન 49 ફૂટની છે અને વજન લગભગ 970 કિલોગ્રામ છે. આ 450 કિલો વજનનો પેલોડ લઈને ઉડાણ ભરી શકે છે.

220 કિમીની ઝડપે ઉડી શકે

આ ડ્રોનને ચલાવવા માટે બે લોકોની જરૂર પડે છે. જે કોમ્પ્યુટર દ્વારા તેના પર નિયંત્રણ રાખે છે. તેની લંબાઈ લગભગ 27.3 ફૂટ છે. આ વધુમાં વધુ 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાણ ભરી શકે છે. સામાન્ય રીતે તેની ઝડર 112 કિમી પ્રતિ કલાક હોય છે. એટલે કે વધુ ઝડપથી ઉડાણ ભરતા સમય ઓછો થાય છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

ટેંકોને ધ્વસ્ત કરવામાં સક્ષમ

તેમાં સ્પાઈક મિસાઈલ લાગે છે. આ મિસાલઈના 9 વેરિયન્ટ્સ દુનિયાભરમાં છે. જરૂરિયાત મુજબ ડ્રોનમાં તેનો ઉપયોગ કરી શકાય છે. આ મિસાઈલ દુશ્મનના બખ્તરબંધ વાહનો અને ટેંકોને ધ્વસ્ત કરી શકે છે. આ મિસાઈલની ટેકનિક એટલી સારી છે કે ટાર્ગેટ ભાગી કે છુપાઈ શકતો નથી.

35 દેશ કરી રહ્યા છે તેનો ઉપયોગ

આ મિસાઈલનો ઉપયોગ હાલમાં દુનિયાના 35 દેશ કરી રહ્યા છે. સ્પાઈકની લંબાઈ 3 ફૂટ 11 ઈંચ હોય છે. વેરિયન્ટ્સ અનુસાર તે વધારે કે ઓછી હોઈ શકે છે. ઈઝરાયલે આ ડ્રોનનો સૌથી પ્રથમવાર ઉપયોગ જુલાઈ 2014માં ઓપરેશન પ્રોટેક્ટિવ એજમાં કર્યો હતો, જ્યારે પોતાની સેનામાં 2015માં તેને સામેલ કરાયું. આ ડ્રોનનું મુખ્ય કામ નજર રાખવી, જાસૂસી કરવી, ટાર્ગેટ શોધવો, કોમ્યુનિકેસન એન્ડ ઈલેક્ટ્રોનિક્સ ઈન્ટેલિજન્સ, ઈલેક્ટ્રોનિક વોરફેર પર નજર રાખવાનું છે.

    follow whatsapp

    ADVERTISEMENT