મહિલાઓ પર અપમાનજનક અને અશ્લિલ ટિપ્પણી કરી મુકેશ ખન્ના ફસાયા, મહિલા આયોગે FIR માટે નોટિસ મોકલી

ADVERTISEMENT

gujarattak
social share
google news

‘શક્તિમાન’ ફેમ મુકેશ ખન્ના ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. દરેક વખતની જેમ આ વખતે પણ તેઓ વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં છે. ખરેખરમાં મુકેશ ખન્નાએ પોતાની યુ-ટ્યુબ ચેનલ પર મહિલાઓ અને છોકરીઓને લઈને એક વિવાદીત ટિપ્પણી કરી છે, જે બાદ એક્ટરની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે, સાથે જ તેમની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવા જઈ રહી છે.

DCWના ચેરપર્સને સાયબર સેલને નોટિસ જારી કરી
DCWના ચેરપર્સન સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસની સાયબર સેલને એક નોટિસ જારી કરી છે. જેમાં એક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવાની વાત કરી છે. ‘શક્તિમાન’ ફેમ મુકેશ ખન્નાએ જે મહિલાઓને લઈને અપમાનજકન અને વિવાદિત ટિપ્પણી કરી છે, તેને લઈને એક્ટર પર ફરિયાદ નોંધાઈ શકે છે. સોશિયલ મીડિયા પર મુકેશ ખન્નાનું આ નિવેદન ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે.

મુકેશ ખન્નાએ શું કહ્યું હતું?
આ નિવેદનમાં એક્ટર કરી રહ્યા છે કે, કોઈપણ છોકરી જો કોઈ છોકરાને કહે છે કે હું તારી સાથે સેક્સ કરવા ઈચ્છું છું, તો તે છોકરી, છોકરી નથી. તે ધંધો કરી રહી છે. કારણ કે આ પ્રકારની નિર્લજ વાત કોઈ સભ્ય સમાજની છોકરી ક્યારેય નહીં કરે. જો તે કરે તો તે છોકરી સભ્ય સમાજની નથી. આ તેનો ધંધો છે. તમે તેમાં ભાગીદાર ન બનશો. આથી કહું છે કે આવી છોકરીઓથી બચો.

ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર એક્ટરને લોકોએ ટ્રોલ કર્યા
મુકેશ ખન્નાનું આ નિવેદન હવે લોકોના ગળા નીચે નથી ઉતરી રહ્યું. થોડી પણ રાહ જોયા વિના લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા છે. તેના નિવેદનને લોકો ખોટું ગણાવી રહ્યા છે. છોકરીઓ પર આવું નિવેદન આપતા લોકો મુકેશ ખન્નાને સવાલ પૂછી રહ્યા છે કે, જો કોઈ છોકરા આવી ડિમાન્ડ કરે તો તેમને શું કહેશો?

    follow whatsapp

    ADVERTISEMENT